સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. ત્યારે આવો જ એક ડરાવનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઓસ્ટ્રેલિયન યુટ્યુબર બ્રોડી મોસ પેડલ હોડીમાં હતા ત્યારે તેમણે દરિયાઈ સાપને તરતો જોયો હતો. બે દિવસ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો હતો તેમાં સાપ અસામાન્ય રીતે તેની પાછળ આવતો દેખાય છે. કારણ કે, સાપ પાછળ-પાછળ પેડલ બોર્ડ સુધી પહોંચી ગયો હતો. જ્યારે દરિયાઈ સાપ સામાન્ય રીતે મનુષ્યોથી દુર ભાગતા હોઈ છે, ર્માસે જણાવ્યું હતું કે, સાપ વર્ષના આ સમયે “સંભોગ આધારિત અને આક્રમક” બની જતા હોઈ છે.
વીડિઓ સેર કરતા લખ્યું કે, “દરિયાઈ સાપ સામાન્ય રીતે મનુષ્યોથી દુર ભાગે છે પરંતુ, વર્ષના આ સમયે તેઓ ખૂબ જ સક્રિય, સંભોગ આધારિત અને આક્રમક બની જાય છે. કારણ કે તેઓ એક સાથીની શોધ કરી રહ્યા હોઈ છે.”
“aurrrr how intimidating is this ??” australians aren’t real people pic.twitter.com/ZA74EivkAs
— molls??♀️ (@444molls) August 31, 2021
YouTuber એ કહ્યું કે, તેને વીડિયોમાં સાપ સમુદ્રના તળેથી દેખાયો હતો પરંતુ, અદૃશ્ય થતા પહેલા તે તેની પાછળ ગયો હતો. તસ્વીરમાં જોઈ શકાઈ છે કે, સાપે તરતા સમયે થોડા ક્ષણો માટે માથું પેડલ બોર્ડ પર રાખે છે. બે દિવસ પહેલા શેર કરવામાં આવ્યો ત્યારથી વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 40 લાખ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દરિયાઈ સાપ, જેને ‘કોરલ રીફ’ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સાપ મોટાભાગે પાણીમાં જ રહે છે. અત્યાર સુધી મળી આવેલા મોટાભાગના દરિયાઈ સાપ અત્યંત ઝેરી હોઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.