અરે આ શું થયું..!! પતંગની સાથે માણસ પણ આકાશમાં ક્યાય ઉંચે ઉડી ગયો- વિડીયો જોઇને શ્વાસ થંભી જશે

તમે આકાશમાં ઘણા રંગબેરંગી પતંગો ઉડતા જોયા હશે. ઘણી વખત લોકો પતંગ ઉડાવનાર વ્યક્તિને મજાકમાં કહે છે કે પતંગ સાથે ન ઉડી જતો પણ ક્યારેય એવું બને તો વિચારો. આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર આવો જ એક વીડિયો વાયરલ(Viral videos) થયો છે, જેમાં એક વ્યક્તિ પતંગની સાથે(air with the kite) હવામાં ઉડે છે. વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ પતંગની દોરી પકડીને ખૂબ દૂર સુધી ઉડે છે. લાંબા સમય સુધી હવામાં રહ્યા પછી, તેના મિત્રો તેને કોઈ રીતે નીચે લાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તે જમીનથી થોડો ઉપર રહે છે, ત્યારે તે તેના હાથ છોડીને ઝડપથી જમીન પર પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો શ્રીલંકાના જાફનાનો છે. એક અહેવાલ મુજબ તાજેતરમાં શ્રીલંકાના જાફનામાં પતંગ ઉડાડવાની સ્પર્ધા યોજાઈ રહી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આ વ્યક્તિ દોરડું પકડીને તેની ટીમના બાકીના સભ્યો સાથે મોટી પતંગ ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પવન એટલો જોરદાર હતો કે પતંગ તરત જ હવામાં ઉડવા લાગ્યો અને જોતા જ માણસ જમીનથી 30 ફૂટ ઊંચો થયો.

વ્યક્તિને આ રીતે હવામાં ઉડતો જોઈને બધા દંગ રહી ગયા. જમીનથી ખૂબ ઊંચે આવ્યા પછી પણ તે માણસ પોતાનો હાથ છોડવા તૈયાર નહોતો. વીડિયોમાં સાંભળી શકાય છે કે, તેના અન્ય સાથીઓ તેને કહેતા હતા કે દોરડું છોડી દે નહીંતર તે ઉપર ચાલ્યો જશે. જ્યારે ટીમના સભ્યોએ પતંગને પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે વ્યક્તિએ દોરડું છોડી દીધું અને જમીન પર પડી ગયો.

આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તમને જણાવી દઈએ કે દર વર્ષે શ્રીલંકાના જાફનામાં થાઈ પોંગલના અવસર પર પતંગ ઉડાડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર, લોકો ઘણા મોટા પતંગ ઉડાવે છે, જે ઘણા લોકોને આકર્ષિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *