હાલમાં એક એવી ઘટના બની છે જેમાં એક યુવકની પાંસળીઓમાં છેલ્લા 1 વર્ષથી ચપ્પું રહેલું હતું. આ વાત જાણીને યુવક પણ ચોકી ગયો હતો. આ વાતની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે થોડા દિવસ પહેલાં નવી જોબ માટે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયો.
ગયા મંગળવારે હેલ્થ ચેકઅપ દરમિયાન તેને ખબર પડી કે, તેની પાંસળીઓમાં 4 ઈંચનું ચપ્પું છે. તે ફેફસાંને ચીરી નાખે તે અંતરથી જરાક જ દૂર હતું. ગયાવર્ષે ચાલતાં ચાલતાં યુવાન પડી ગયો હતો અને તેને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. યુવકનો દાવો છે કે, તે સમયે આ ચપ્પું ઘુસી ગયું હશે જયારે ડૉક્ટરે માત્ર લોહી રોકવા માટે ટાંકા લીધા હતા પરંતુ ચપ્પું વિશે તેમને કશી ખબર જ ન હતી.
યુવક કહે છે કે, ગયાવર્ષે મને વાગ્યું હતું ત્યારે ડૉક્ટર્સે બરાબર ચેકઅપ કર્યું ન હતું. તે સમયે ડૉક્ટર્સે ટાંકા લઈને પેન કિલર્સ આપીને ઘરે મોકલી દીધો હતો. આ ઘટનાના 14 મહિના પછી તેને જાણ થઈ કે, તેની પાંસળીઓમાં ચપ્પું રહેલું હતું.
આ 14 મહિનાના સમયગાળામાં તેને ઠંડાં વાતાવરણમાં ઘણી વખત દુ:ખાવો થતો હતો. પરંતુ, તેણે આટલી મોટી સમસ્યા હશે તેવું સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. છાતીમાં દુ:ખાવો થતો હતો પરંતુ યુવકને એવું ન લાગ્યું કે, તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ દુ:ખાવો થોડા સમય બાદ આપમેળે મટી જતો હતો.
જોકે, હાલ આ યુવકને સમસ્યાનું મૂળ કારણ ખબર પડી ગઈ છે. તે જણાવે છે કે, આ ચપ્પું કાઢવાની ટ્રીટમેન્ટના તેની પાસે પૈસા નથી. જે ડૉક્ટર્સથી ભૂલ થઈ તે ડૉક્ટર્સ જ સર્જરી કરી તેને દૂર કરે તેવું યુવક ઈચ્છે છે. તેથી તે જલ્દી નવી જોબ શરૂ કરી શકે. આ ઘટના ફિલિપાઈન્સની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.