‘I Love you મમ્મી-પપ્પા…’ જીવનનો અંતિમ વિડીયો ઉતારી યુવકે આણ્યો જીવનનો અંત, આપઘાત પહેલા રડતા-રડતા જણાવ્યું ધ્રુજાવી દેતું કારણ

અમદાવાદ(Ahmedabad): શહેરના સરખેજમાં 4 દિવસ પહેલા પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો, ત્યારે હવે આ પ્રકારનો બીજો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સાસરીમાં જ રહેતા યુવકે સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. સાસરિયાઓના ત્રાસને લીધે યુવક દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત કરે તે પહેલાં એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. જેમાં તે પોતાના સાસરીવાળા બાજુથી આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવી રહ્યો છે અને તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત પણ આ વિડીયોમાં તે કરી રહ્યો છે. સરખેજ પોલીસ દ્વારા સમગ્ર ઘટના આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, શહેરના વેજલપુર(Vejalpur)માં રહેતા અક્ષય નામના યુવકની શાહપુરમાં રહેતી પ્રિયંકા સાથે સગાઈ થઈ હતી. સગાઈ પછી અક્ષયના સાસરિયાઓએ પોતાની બાજુ કરી દેતા તે સગાઈ પછી સાસરીમાં જ રહેતો હતો. ત્યાર પછી તેના લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર, એવું પણ જાણવા મળ્યું છે કે, અક્ષયની પત્ની પ્રિયંકા હાલમાં ગર્ભવતી છે. લગ્નના 25 દિવસ પછી અક્ષય તેની પત્ની સાથે પોતાના ઘરમાં રહેવા આવ્યો હતો. ત્યાર પછી તે પોતાની સાસરીમાં પરત જતો રહ્યો હતો.

આ દરમિયાન કોઈ સંબંધીને ત્યાં જમવા જવાનું હોવાને કારણે તેની માતાએ વ્યવહારિક વાત કરવામાં આવી હતી. જેને લઈને અક્ષયની પત્ની દ્વારા અક્ષય સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. પત્નીએ અક્ષયને તેના પિતા કે માતા સહિત કોઈની સાથે સંબંધ નહીં રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સાથે અક્ષયના સસરાએ લગ્નનો ખર્ચો પણ માંગ્યો હતો અને આ ઉપરાંત તેની પાસે પ્રિયંકાનાં માતા-પિતાનું પણ ભરણપોષણ કરવાનું પ્રેશર કરવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવતી હતી અને ગાળો બોલીને તેની સાથે મારામારી પણ કરવામાં આવતી હતી.

માત્ર ને માત્ર એટલું જ નહી પણ તેના સંતાનનું મોઢું પણ નહીં બતાવા સુધી ધમકાવતી હતી. એક વાર તેને પોતાના સંબંધીને ત્યાં જઈને બધી હકીકત જણાવી હતી. જેથી તેની માતાએ તેને સમજાવીને તેણે પોતાના ઘરે બોલાવી લીધો હતો. એક વખત તે નોકરી કરવા ગયો હતો, ત્યારે તેના દ્વારા ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં આપઘાતના વિડીયો મુકવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદ તેના સંબંધીઓ દ્વારા તેનાં માતા-પિતાને કરવામાં આવી હતી. તેનાં માતા-પિતાએ ફોન કરતાં તેણે ફોન નહોતો ઉપાડ્યો. જેને લીધે તેનાં માતા-પિતા તેની ઓફિસના સ્થળે ગયાં હતાં, ત્યારે જ ખબર પડી હતી કે, તેમના દીકરાએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો છે. આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં અક્ષયના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરવા દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી જેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *