દિલ્હીના રોહિણીના પ્રેમનગર વિસ્તારમાં, એક વ્યક્તિએ તેનું નામ બદલીને તેનો ધર્મ છુપાવ્યો અને યુવતીને તેના પ્રેમજાળમાં ફસાવી આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન પછી જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે પીડિતાએ આરોપી યુવકનો વિરોધ કર્યો અને તેના પરિવાર પાસે જવાની જીદ શરૂ કરી. આના પર આરોપી પતિએ તેને ઢોર માર માર્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
પીડિતાએ પડોશીઓની મદદ લીધી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીને બચાવી લીધી હતી. ડીસીપી રોહિણીના જણાવ્યા અનુસાર પોલીસે આઈપીસીની કલમ 419, 467, 468, 471, 474, 376, 506, 34 હેઠળ ગુનો નોંધ્યો છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય આરોપીના પિતા અને બે ભાઈઓનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર છે. એવો દાવો કરવામાં આવે છે કે, આરોપી અખ્તરએ યુવતી સાથે પોતાનો ધર્મ છુપાવી અને નકલી નામ કહીને દોસ્તી કરી હતી અને પ્રેમસંબંધ બાદ આર્ય સમાજ મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle