હાલમાં સમગ્ર રાજ્યમાં કૃષિ બીલનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો વળી બીજી બાજુ, રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.
મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. જેના કારણે હાલમાં શામળાજી–ઉદયપુર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન યથાવત રીતે ચાલુ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આંદોલનના પગલે અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે નં.8 છેલ્લાં બે દિવસથી બંધ છે. જેને લઈ શામળાજીથી મોડાસા વચ્ચે 30 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે અને વાહન ચાલકો બે દિવસથી અટવાયા છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ ધ કર્લાક પેટ્રોલીંગ હાથ ધરાયું છે.
રાજસ્થાનના ડુંગરપુર (આદિજાતિ વિસ્તાર) માં ત્રીજા દિવસે હિંસા ચાલુ રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. રતનપુર બોર્ડર પર સુરક્ષા કારણોસર મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. અરવલ્લી એસપી દ્વારા સઘન પેટ્રોલિગના આદેશ અપાયા છે. તો પોલીસની અનેક ગાડીઓ બોર્ડર પર તૈનાત કરી દેવાઈ છે. જેથી આ આંદોલનની અસર ગુજરાતમાં ન થાય.
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન મામલે અરવલ્લીના હાઇવે પર 30 કિલોમીટર સુધી ટ્રકોની કતાર જોવા મળી રહી છે. મોડાસા સ્ટેટ હાઇવે પર ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. હોટલો આગળ જગ્યા ખૂટી જતા ટ્રક ચાલકો રોડ વચ્ચે ટ્રકો પાર્ક કરી છે. આગળ હાઈવે બંધ હોવાથી ટ્રક આગળ જઈ શક્તી નથી.
રાજસ્થાનના ડુંગરપુર (આદિજાતિ વિસ્તાર) માં ત્રીજા દિવસે હિંસા ચાલુ રહી. રાત્રે આંદોલનકારીઓએ આખા ખેરવાડા વિસ્તારને ઘેરી લીધો હતો અને અનેક હોટલો અને મકાનોને આગ ચાંપી હતી. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં તરુણ આહરી નામનો 17 વર્ષિય યુવક માર્યો ગયો હતો, જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આદિજાતિ આંદોલનકારીઓએ 20 કિલોમીટરથી વધુના વિશાળ ક્ષેત્રનો કબજો લીધો છે, જ્યાં તેઓ લૂંટ ચલાવી રહ્યા છે, આગ લગાડતા હતા અને તોડફોડ કરી રહ્યા હતા. છેલ્લા 60 કલાકથી ઉદયપુર-અમદાવાદ હાઈવે બંધ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર પાસેથી રાયપુર એક્શન ફોર્સની માંગ કરી છે.
મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારી ડીજે લો એન્ડ ઓર્ડર આઇપીએસ લાથર, જયપુર પોલીસ કમિશનર અનંત શ્રીવાસ્તવ અને એન્ટી કરપ્શન બ્યુરોમાં એડીજી દિનેશ એમ.એન.ને જયપુરથી વિશેષ વિમાન દ્વારા ઉદેપુર મોકલવામાં આવ્યા છે.
પંચાયતની ચૂંટણીઓ રદ
ડુંગરપુર બાંસવાડા પ્રતાપગઢ અને ઉદેપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, કલમ 144 લગાવીને સમગ્ર ઉદેપુર વિભાગમાં રવિવારે યોજાનારી પંચાયતની ચૂંટણીઓ પણ રદ કરવામાં આવી છે.
વહીવટીતંત્રનો દાવો છે કે, કેટલાક બહારના લોકો ભીડમાં ઘૂસ્યા છે, જે વાતચીત થવા દેતા નથી અને વાતચીતને હિંસાનું સ્વરૂપ આપી રહ્યા છે. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં, તે જાણ્યું છે કે કેટલાક લોકો ઝારખંડ અને છત્તીસગઢથી આવ્યા છે કારણ કે, તેમની ભાષા અહીંની સ્થાનિક ભાષા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle