કોરોના મહામારીની વચ્ચે દિલ્હીમાં એક અજીબ ઘટના સામે આવી છે. જ્યાં એક કામવાળીએ તેના જમા રહેલ પગારની માંગણી તેનાં માલિકની પાસે કરી એ સમયે માલિકે પગાર આપવામાં આનાકારી કરી હતી. ત્યારપછી બીજીવાર જ્યારે કામવાળી પગાર લેવા ગઈ એ સમયે માલિકે પગાર તો ન આપ્યો પરંતુ કામવાળી પર કૂતરાથી હુમલો કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને કામવાળીએ તેનાં માલિકની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં કામવાળીએ માલિકે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની પણ માંગણી કરી હતી હોવાનો પણ તેમાં ઉલ્લેખ કર્યો છે.
રિપોર્ટ મુજબ દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં હ્યદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. એક કામવાળી તેનો પગાર માંગવા માટે માલિકની પાસે ગઈ એ વખતે માલિકે પગાર તો ન આપ્યો પરંતુ કામવાળીને કૂતરાથી બચકું ભરાવ્યું હતું. કામવાળી સપનાનો પગાર માલિક રજનીસિંહની પાસે બાકી નીકળતો હતો.
સપનાએ માલિક રજનીસિંહની પાસેથી ઘણીવાર પગારની માંગણી કરતી હતી, પણ માલિક સપનાને પગાર આપવામાં આનાકાની કરતો હતો. એક દિવસ રજનીસિંહ સપનાને ઘણીવાર ફોન કરીને બોલાવતો હતો, પણ સપના કોરોનાને લીધે રજનીસિંહની પાસે જવાનું ટાળી રહી હતી.
.@SwatiJaiHind .@DCWDelhi can u plz look into a case of extreme n life threatening brutalities caused to a women employee 4 asking her dues for d duration c worked? I need help to get her justice. .@BDUTT .@TheRahulMehra .@sagarikaghose .@_sabanaqvi .@ravishndtv .@SanjayAzadSln pic.twitter.com/GbMbuwPbQG
— Adv. Somnath Bharti (@attorneybharti) July 6, 2020
11 જૂને સપના એ પગાર લેવા માટે તેનાં માલિક રજનીસિંહના ઘરે ગઈ હતી. સપનાએ આરોપ લગાવ્યો છે કે, માલિકની પાસેથી પોતાનાં પૈસાની માંગણી કરતા માલિકે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી, મેં આ વાતની મનાઈ કરીને માલિક રજનીસિંહની પાસેથી પૈસાની માંગણી કરી હતી.
એટલે માલિક રજનીસિંહે તેના ઘરમાં રહેલ કૂતરાથી મારા પર હુમલો કરાવ્યો હતો. કૂતરાએ કરેલા આ હુમલામાં મોઢા અને ગળાના ભાગ પર ઘણી ઈજાઓ થઇ છે. સપનાંએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે સપનાની અરજી લઇને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે માલવિયા નગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ ટ્વીટ કરીને દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ એવાં સ્વાતી માલીવાલને આ ઘટના અંગે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
અહી ઉલ્લેખનીય છે કે, 4-5 દિવસ પહેલા આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં સામે આવી હતી. જેમા કંપનીના મેનેજરે લોકડાઉનના સમયના કંપનીના પૈસાને વાપરી નાંખતા જ માલિકે મેનેજરને જ કંપનીની ઓફીસમાં કેદ કરીને માર માર્યો હતો અને ત્યારપછી મેનેજરના પ્રાઈવેટ પાર્ટ પર સેનિટાઇઝર છાંટી નાખ્યું હતું. આ સમગ્ર ઘટનાની મેનેજરે માલિકની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news