હાલમાં એક એવો આઘાતજનક અને શરમજનક સંબંધ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ તેની પોતાની જ સગીર બહેન પર 5 વાર રેપ અને ફરી 1 વખત બળાત્કારનો પ્રયાસ કર્યો. બળાત્કાર કરનારને આટલામાં સંતોષ ન થતાં તેણે નાના ભાઈને પણ તેની વાસનાનો શિકાર બનાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, 31 વર્ષના વ્યક્તિએ 4 વર્ષ સુધી આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો. તે સમયે તે પોતે પણ સગીર હતો. તે સમયે તે વ્યક્તિની ઉંમર 14 થી 18 વર્ષની વચ્ચે હતી. આયર્લેન્ડમાં સુનાવણી દરમિયાન કોર્ટે આ વ્યક્તિને તેના ભાઈ-બહેનો સાથે જાતીય શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. શુક્રવારે કોર્ટે તેને ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે દોષિતનું નામ જાહેર કર્યું નથી. જેથી તેના ભાઈ-બહેનોની ઓળખ દરેકને જાહેર ન થાય.
કોર્ટની સુનાવણી મુજબ બળાત્કારીએ 2004 અને 2007ની વચ્ચે તેની અસલી સગીર બહેન સાથે પાંચ વખત નિર્દયતાથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય તેણે એક વખત બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં તે સફળ થઈ શક્યો ન હતો. આ પછી, 2007 અને 2008ની વચ્ચે, આ વ્યક્તિએ તેના નજીકના નાના ભાઈ સાથે પણ જાતીય શોષણ કર્યું. દોષિત ઘણી વાર તેના નાના ભાઈને તેની વાસનાનો શિકાર બનાવતો હતો.
નોંધનીય છે કે, વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું આ ઘૃણાસ્પદ ખુલાસો 3 વર્ષ પહેલા વર્ષ 2018માં જાહેર કરાયો હતો. જ્યારે નાના ભાઈએ પરિવારના અન્ય સભ્યોને તેના મોટા ભાઈની કારીગરી વિશે જણાવ્યું. આ પછી પીડિતાની બહેને એમ પણ કહ્યું કે, ભાઈએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી આ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આઇરિશ ટાઇમ્સ અનુસાર દોષિતને સજા સંભળાવતા પહેલા જસ્ટિસ એલેક્સ ઓવેન્સે કહ્યું હતું કે, જાતીય શોષણનો ભોગ બનેલા માનસિક રીતે ખુબ ઘાયલ થયા છે. આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle