વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે.એક 37 વર્ષીય વ્યક્તિએ મંગળવારે નેપાળના સંસદ ભવન (Parliament House) સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સંસદની કાર્યવાહી થયા બાદ વડાપ્રધાન (Prime Minister) પુષ્પ કમલ દહલ બિલ્ડિંગની બહાર આવ્યા ત્યારે જ વ્યક્તિએ ડીઝલ છાંટીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી.
મળેલી માહિતી અનુસાર આ યુવકનું નામ પ્રેમ પ્રસાદ આચાર્ય છે પ્રેમ ઇલામ જિલ્લાનો રહેવાસી છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, પીડિત વ્યક્તિએ પોતાને આગ લગાવી હતી, પ્રેમને સારવાર માટે કાઠમંડુની સુષ્મા મેમોરિયલ બર્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળેલી માહિતી અનુસાર તેની હાલત ખુબજ નાજુક છે. ત્યાં ઉભેલા લોકો અને પોલીસ કાઈક સમજે અને આગ પર કાબુ મેળવે એ પહેલા જ પ્રેમ ખરાબ રીતે દાઝી ગયો હતો. આચાર્યએ શા માટે આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, આવું પોલીસનું કહેવું છે.
જયારે ઘટના સર્જાઈ ત્યારે એક પ્રત્યક્ષદર્શીએ આચાર્યનો વીડિયો બનાવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોવા મળે છે કે નજીકના લોકો આગને કાબુમાં લાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.