5 વર્ષ પહેલા માતાને ભગાડી જનાર યુવકનું ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. કોઈને જાણે કાનુનનો દર જ ન રહ્યો હોય, એમ ખુલ્લેઆમ હત્યાઓના કિસ્સાઓ આવે છે. ત્યારે આવી જ…

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. કોઈને જાણે કાનુનનો દર જ ન રહ્યો હોય, એમ ખુલ્લેઆમ હત્યાઓના કિસ્સાઓ આવે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર(Bhavnagar) જિલ્લાના વરતેજ તાબેના બુધેલ ગામે જૂની અદાવતે સરતાનપર ગામના યુવાનને ઘરમાં ઘૂંસી એક શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આરોપી બિભત્સ ગાળો બોલતા ઉગ્ર ઝગડો થયો:
મળતી માહિતી અનુસાર, જિલ્લાના સરતાનપર ગામે રહેતો કાળું રવજી મકવાણા (24) આજથી 5 વર્ષ પહેલા કાનજી ઉર્ફે કાનો પોપટ રાઠોડની માતાને ભગાડી ગયો હતો. આ વાતને કારણે કાનાએ મનોમન બદલો લેવાનું વિચાર્યું હતું. ત્યારે કાળું રવજી મકવાણા બુધેલ ગામે રહેતી તેની બહેન નિતા બુધા મેરના ઘરે રહી તેની વાડીએ ખેત મજૂરી કરતો હોવાથી ગતરાત્રે આરોપી કાનો નિતાના ઘરે આવી બિભત્સ ગાળો બોલતો હતો. જેથી કાળું ઘર બહાર નિકળ્યો હતો અને આરોપીને ગાળો ન દેવા જણાવતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

છરીના ઘા ઝીંકી દેતા શખસ સ્થળપર જ ફસડાઈ પડ્યો:
આ પછી ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, આરોપી કાનાએ કાળું ઉપર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેથી કાળુંએ ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો. તેમજ આ મારામારીમા આરોપી કાનાને પણ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે મૃતકની બહેન નિતા બુધા મેરે આરોપી કાનો પોપટ રાઠોડ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *