ભારતમાં રહી, ભારતનું જ ખાઈને આ ભાઈ કર્યો પાકિસ્તાનને સપોર્ટ, વિડીયો વાયરલ થતા લોકોએ એવા હાલ કર્યા કે…

ગોવામાં, એક વ્યક્તિ પાકિસ્તાની ક્રિકેટ ટીમને સપોર્ટ કરવો ભારી પડી ગયો. લોકોએ તેને ઘૂંટણ પર બેસાડી માફી મંગાવી અને તેની પાસે ભારત માતાની જઈ ના નારા બોલાવ્યા. આ મામલો લોકોની નજરમાં ત્યારે આવ્યો જ્યારે એક ટ્રાવેલ બ્લોગરે તેના બ્લોગ પર આ ભાઈનો વિડિઓ પોસ્ટ કરી. હવે આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ગોવામાં એક ટ્રાવેલ બ્લોગર કાલંગુટની શેરીઓમાં એક વિડિઓ બનાવતો હતો. ત્યાં એક દુકાન પર પહોંચ્યો જ્યાં ટીવી પર ન્યુઝિલેન્ડ-પાકિસ્તાન વચ્ચેની મેચ ચાલી રહી હતી. બ્લોગરએ દુકાનદારને પૂછ્યું- કોણ રમે છે? શું તમે ન્યુઝિલેન્ડ ને સપોર્ટ કરી રહ્યા છો? ત્યારે દુકાનદારે કહ્યું ‘આ મુસ્લિમ વિસ્તાર છે એટલે હું પાકિસ્તાનને સપોર્ટ કરું છું.’

આ વિડિઓ વાયરલ થયા પછી, કેટલાક લોકો દુકાનદાર સુધી પહોચી ગયા. તેમાંથી એકએ કહ્યું- આ આખું ગામ કાલંગુટ છે. અહીં કોઈ મુસ્લિમ શેરી નથી. ધર્મના આધારે દેશના ભાગ કરશો નહિ. આ પછી, લોકોએ તે વ્યક્તિને ઘૂંટણ પર બેસી ને  દેશવાસીઓ પાસે માફી માંગવા કહ્યું.

દુકાનના માલિકે કાન પકડી ને માફી માંગી તે વિડિઓમાં જોઇ શકાય છે કે, દુકાનના માલિકે તેના ઘૂંટણ પર બેસીને તેના કાનને પકડીને માફી માંગી હતી. આ દરમિયાન, તે તેના હાથ જોડી અને કહે છે- હવે આવી કોઈ ભૂલ થશે નહીં. તે પછી ત્યાં હાજર લોકો ભારત માતા કી જયના ​​સૂત્રોચ્ચાર કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *