હજારો વર્ષો પૂર્વે થયેલી ભવિષ્ય કળયુગમાં થઇ રહી છે સાચી! જાણો હજી શું-શું થવાનું છે?

આપણા હિંદુ ધર્મમાં 4 યુગો વિશે કહેવામાં આવે છે કે, કળિયુગ, સત્યયુગ, ત્રેતાયુગ, અને દ્વાપરયુગ આવા ચારયુગ આવે છે. હજારો વર્ષો પહેલા શુકદેવજી એ કળિયુગ…

આપણા હિંદુ ધર્મમાં 4 યુગો વિશે કહેવામાં આવે છે કે, કળિયુગ, સત્યયુગ, ત્રેતાયુગ, અને દ્વાપરયુગ આવા ચારયુગ આવે છે. હજારો વર્ષો પહેલા શુકદેવજી એ કળિયુગ વિશે જણાવતાં કહ્યું છે કે, આજે તેની અનુસાર જ ઘટનાઓ બની રહી છે. તેમણે જે યુગમાં લખ્યું છે તેવી જ ઘટનાઓં બની રહી છે. શાસ્ત્રોની અનુસાર હાલ કળિયુગ છે. કળિયુગ એમના પહેલા ચરણમાં પણ છે. પરંતુ, શાસ્ત્રો અનુસાર જેમ જેમ ભવિષ્યમાં ચરણ પુરા થતા જશે એની અસર મનુષ્યની સાથે દુનિયા પર પણ જોવા મળશે.

શાસ્ત્રો અનુસાર મનુષ્યનો 1 મહિનો પિતૃના 1 દિવસ અને ૧ રાતનો હોય છે. તેવી જ રીતે મનુષ્ય નું 1 વર્ષ દેવતાઓ નો 1 દિવસ રાતનો હોય છે. આ મુજબ મનુષ્યના 30 વર્ષ એ દેવતાનો એક મહિનો થાય છે. મનુષ્યના 360 વર્ષ દેવતા નું 1 વર્ષ થાય છે. શાસ્ત્રો મુજબ, કળિયુગ 4,32,000 વર્ષોનો હોય છે. જેમાં કળિયુગ ના 427000 વર્ષે બચેલા છે. એટલે કે, કળિયુગનો અંત થઈને ફરી એકવાર સતયુગ આવશે.

બ્રહ્માપુરાણ મુજબ, કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 100 વર્ષનું હશે. મનુષ્યની લંબાઈ ૫.૫ ફૂટ હશે. કળિયુગના અંત સુધી માનવ જાતીનો નાશ થવા લાગશે તેમાં લોકોમાં દ્વેષ ભાવના વધવા લાગશે. કળિયુગના અંતના સમયે મનુષ્યની લંબાઈ ૪ ઇંચની લગભગ થશે અને ઉમર લગભગ ૧૨ વર્ષ થશે. કળિયુગમાં મહિલા નો સ્વભાવ કઠોર જોવા મળશે. મહિલાઓ માત્ર ધનવાનની સાથે રહેવું પસંદ કરશે.

શાસ્ત્રોના જણવ્યા અનુસાર કળિયુગના અંતિમ ચરણોમાં ભગવાન વિષ્ણુ ક્લીકના અવતારમાં આવશે. ભગવાન વિષ્ણુ નો કલ્કિ અવતાર 64 કલાઓથી યુક્ત રહશે. પુરાણો અનુસાર કલ્કિનો અવતાર ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના સંભલ નામના સ્થાન પર વિષ્ણુયશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે થશે. જણાવી દઈએ કે, ભગવાન વિષ્ણુ કલ્કિ જન્મમાં દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને પાપીઓનો અંત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *