અહિયાં માત્ર 30 રૂપિયામાં મળે છે મંચુરિયન-નુડલ્સ, દરરોજ 400થી વધુ લોકો આવે છે ખાવા- જનતાના જીતી લીધા દિલ 

ગુજરાત(Gujarat): પંચમહાલ(Panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરા(Godhra) ખાતે બમરોલી(Bamroli) રોડ વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ પરાઠા(Street Paratha) દુકાનમાં ફકત 30 રૂપિયામાં મળે છે મંચુરિયન(Manchurian) અને નુડલ્સ(Noodles) જેવી અનેક…

ગુજરાત(Gujarat): પંચમહાલ(Panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરા(Godhra) ખાતે બમરોલી(Bamroli) રોડ વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ પરાઠા(Street Paratha) દુકાનમાં ફકત 30 રૂપિયામાં મળે છે મંચુરિયન(Manchurian) અને નુડલ્સ(Noodles) જેવી અનેક વાનગીઓ. જો વાત કરવામાં આવે તો મૂળ રાજસ્થાનના વતની રાજુ સિંગ 12 વર્ષથી અમદાવાદ ખાતે આવેલી હોટલમાં નોકરી કરી રહ્યા હતા અને તે 12 વર્ષ સુધી હોટલમાં ચાઇનીઝ, પંજાબી, કાઠીયાવાડી એમ દરેક જાતની અલગ અલગ વાનગી બનાવતા હતા. ત્યાર પછી તેમને ખુદની હોટલ શરુ કરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ વર્ષ 2020 માં રાજુસિંગે નોકરી છોડી દીધી હતી અને ગોધરા ખાતે બામરોલી રોડ વિસ્તારમાં પોતાની સ્ટ્રીટ પરાઠા નામની દુકાન શરુ કરી હતી અને તેમને ફક્ત 30 રૂપિયામાં ચાઇનીઝ મંચુરિયન અને નુડલ્સ વેચવાનું શરુ કર્યું હતું.

મહત્વનું છે કે, ગોધરા શહેરમાં અંદાજે 300થી પણ વધુ ચાઇનીઝની દુકાનો આવેલી છે. પરંતુ સ્ટ્રીટ પરાઠા હાઉસમાં મળતાં ચાઇનીઝની ખુબ જ માંગ છે. લોકો દુર દુરથી અહી ચાઇનીઝ ખાવા માટે આવતા હોય છે.

રોજના 300 થી 400 જેટલા લોકો ચાઇનીઝ ખાવા આવે છે:
ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ પરાઠા હાઉસમાં સામાન્ય દિવસોમાં 300 થી 400 જેટલા લોકો અહી સ્પેશીયલ ચાઇનીઝ ફૂડ ખાવા આવતા હોય છે. વિકેન્ડના દિવસોમાં અંદાજે 600 થી 700 લોકો અહી ચાઇનીઝ ખાવા આવે છે. સ્ટ્રીટ પરાઠા હાઉસે ટૂંકા સમયમાં જ ગોધરાની જનતાના દિલ જીતી લીધા છે. એક વાર ગ્રાહક અહીથી ખાઈને જાય એટલે બીજીવાર અવશ્ય આવે છે એવું રેસ્ટોરન્ટનાં માલિકે જણાવતા કહ્યું છે.

રાજુભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોકોને પીરસવામાં આવતી તમામ પ્રકારની વાનગીઓ સ્વાદ સાથે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે અને ફૂડકવોલિટી માં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી દરેક લોકોનેસ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *