10 અટલ ટનલ બની જાય, એટલી રકમની તો છેલ્લા પાંચ વર્ષમાં ચોરી થઇ – આંકડો જાણી ચોંકી ઉઠશો

ભારત દેશમાં ચોરો તેમજ બદમાશોનો કેટલો ત્રાસ છે તેનો અંદાજ આંકડાનાં આધારે મેળવવો હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં ચોરો તેમજ ઘરફોડોએ જેટલાં રકમની ચીજવસ્તુઓની ચોરી…

ભારત દેશમાં ચોરો તેમજ બદમાશોનો કેટલો ત્રાસ છે તેનો અંદાજ આંકડાનાં આધારે મેળવવો હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં ચોરો તેમજ ઘરફોડોએ જેટલાં રકમની ચીજવસ્તુઓની ચોરી કરી હતી તેટલી રકમમાં ૧૦ અટલ ટનલ બનાવી શકાય તેમ હતી. વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૧૯માં લગભગ રૂ. ૩૩ હજાર કરોડની કિંમતની ચીજવસ્તુની ચોરી થઈ હતી આટલી રકમમાં ૧૦ અટલ ટનલમાં બનાવી બની શકે છે.

આ બધા ચોરોએ મોબાઇલથી લઇને કાર્સ, જાનવરો, આભૂષણથી લઈને બધી ચીજો પર તેનો હાથ સાફ કર્યો હતો. સાધારણ રીતે પોલીસ ચોરીમાંથી ૨૫ % કરતા પણ ઓછો સામાન પાછો મેળવી શકે છે. આ ચોરીની સામે અટલ ટનલ બનાવવામાં રૂ. ૩૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી ટોચનાં પાંચ રાજ્યોમાં જગ્યા મેળવી છે…
ગત વર્ષે ભારત દેશમાં થયેલી ચોરીઓનું બધા રાજ્યવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું આ માહિતીમાં જાણવા મળ્યું હતું કે, 5 રાજ્યો જેમ કે- મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક તેમજ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવેલી ચોરી કુલ ચોરીનો ૫૮ % જેટલો હિસ્સો ધરાવે છે.

ચોરીનો ભોગ બનેલાં રાજ્યોમાં જ્યારે મહારાષ્ટ્ર છેલ્લાં પાંચ વર્ષથી સતત ટોચ ઉપર જળવાઈ રહ્યું છે તે સમયે ગુજરાતે રાજ્ય ઘણા વર્ષોથી ટોચનાં પાંચ રાજ્યોમાં જગ્યા મેળવી છે. આંકડાઓ પરથી માહિતી માહિતી મેળવવામાં આવે છે કે, ઘર કિંમતી ચીજવસ્તુને રાખવા માટેની સૌથી વધુ અસુરક્ષિત જગ્યા છે. વર્ષ ૨૦૧૯માં ચોરી કરવામાં આવેલી કુલ વસ્તુઓનાં મૂલ્યનો ૬૩ %નો હિસ્સો નિવાસસ્થાનો તેમજ રોડવેઝનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *