હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ છે ત્યારે ઉનાળાની ઋતુમાં કેરી એક એવું ફળ છે કે, નાનાથી માંડીને મોટા સુધી, દરેકને આ ફળ ખુબ જ ભાવતું હોય છે. અમુક લોકો કેરીને ચીર કરીને ખાય છે અને અમુક લોકો કેરીનો રસ બનાવી તેનો આનંદ માણે છે. લોકો કેરીમાંથી અલગ-અલગ અનેક પ્રકારની વાનગીઓ બનતા હોય છે. ઉનાળામાં લોકો ઠંડા ખોરાક અથવા પીવાનું પસંદ કરે છે. આ સમયે, દરેક ઉંમરના લોકો શેક, જ્યુસ, આઇસક્રીમ અને લસ્સી તરફ દોડતા જોવા મળે છે.
ઉનાળામાં લોકો શરીરને ઠંડક આપવા માટે જોરશોરથી લસ્સી પીવે છે. લસ્સી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. લસ્સી દહીંથી બનાવવામાં આવે છે અને દહીં પેટ, ત્વચા અને વાળની દરેક પ્રકારની સમસ્યાથી રાહત આપે છે. જો કેરી અને ફુદીનો લસ્સીમાં ભળી જાય તો તે વધુ સારું લાગે છે. આ સમયે તમે ઘરે કેરી મિન્ટ લસ્સીની રેસીપી અજમાવી જુઓ. તેને બનાવવું ખૂબ જ સરળ છે. ઉનાળામાં ઠંડા કેરી લસ્સીનો આનંદ લો. જાણો મેંગો મિન્ટ લસ્સી બનાવવાની રીત…
મેંગો મિન્ટ લસ્સી બનાવવા માટે સામગ્રી:
2 મોટી કેરી
4 ચમચી ખાંડ
3 ચમચી પીસેલા તાજા ફુદીનાના પાન
1 ટી સ્પૂન વરિયાળીનો પાવડર
1 ચમચી નાની એલચી પાવડર
1 ચમચી લીંબુનો રસ
4 કપ સાદું દહીં
સજાવટ માટે થોડા ફુદીનાના પાન
મેંગો મિન્ટ લસ્સી બનાવવાની રીત:
મેંગો મિન્ટ લસ્સી બનાવવા માટે પહેલા કેરીની છાલ કાઢી નાંખો અને તેને નાના નાના ટુકડા કરી લો.
કેરી, ફુદીનો, દહીં અને ત્યારબાદ બધી સામગ્રી બ્લેન્ડરમાં નાખો. બધાનું એક સરખું મિશ્રણ ત્યાર કરો.
બ્લેન્ડર ખોલો અને તેને એકવાર તપાસો. જો બધી સામગ્રી સારી રીતે ભળી જાય, તો પછી તેમાં આઇસ ક્યુબ નાખો અને બ્લેન્ડરને ફરી એક વાર હલાવો.
હવે એક ગ્લાસમાં લસ્સી નાખો અને તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો. આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ ‘મેંગો મિન્ટ લસ્સી’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.