ભારતમાં ભ્રષ્ટાચાર કરવો હવે ગુનો નઈ પણ હક બની ગયો હોય એવું લાગી રહ્યું છે. અવારનવાર ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. અને અમુક ભ્રષ્ટાચારની ઘટનાઓ તો કાન સુધી પણ નથી પહોચતી અને કરોડોની કટકી અથવા ભ્રષ્ટાચાર થઇ ગયો હોય તેવી ઘણી ઘટનાઓ બની હશે. સરકારી કર્મચારી થી માંડીને મોટા-મોટા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચારની ઘટનામાં ફસાઈ ચુક્યા છે જેને ઘણી ઘટનાઓ પહેલા સામે આવી ચુકી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં પણ એક ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે.
બોટાદ જીલ્લાના લાઠીદડ ગામે નમઁદા નિગમ દ્વારા ચાલતા સબ માઇનોર પાઇપના કામમા ખુબ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા મનહર પટેલ દ્વારા આ ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા મનહર પટેલે તેના ફેસબુક પેજ પર આ ભ્રષ્ટાચાર પર્દાફાશ કર્યો હતો. અને તેમણે જણાવતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોંન્ટ્રાટર, થડઁ પાટીઁ નિરિક્ષણ કરતા કેન્દ્ર સરકારના અધિકારીઓ અને બોટાદ સકઁલના અધિકારીઓ ઉપર સખતમા સખત કાયઁવાહી કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે-સાથે મનહર પટેલ જણાવતા કહે છે કે “આ છે આત્મનિર્ભર ભાજપના ભ્રષ્ટ તંત્રની ખેડુતો પ્રત્યેની સંવેદના”. સાથે-સાથે મનહર પટેલ જણાવતા કહે છે કે “હુ સરકારને, નમઁદા નિગમને અને જીલ્લા કલેકટરશ્રીને આગ્રહ કરુ છુ કે કેનાલોની કફોડી હાલત અને ભ્રષ્ટાચાર માટે જવાબદારો પર તપાસ કરી ફોજદારી રાહે કાયઁવાહી કરવામા આવે”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news