મોગલ માં ને રાજી કરવા આ રીતે કરો પૂજા, મણીધર બાપુએ જણાવી માતાજીને પ્રસન્ન કરવાની રીત

કચ્છ કબરાઉ(Kabarau): ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હજરાહજુર ભક્તને પરચા આપે છે,

અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માંના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તોના દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

આ રીતે મોગલ માં ની પૂજા-અર્ચના કરવાથી તે હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે
પરંતુ આજના આ લેખમાં આપણે જાણીશું કે મોગલ માં ની સાચી પૂજા કેવી રીતે થાય. માં મોગલને ખુશ કરવા અને તેના આશીર્વાદ મેળવવા માટે મોગલ માંનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલ માં નું સ્મરણ કરો. આ કરવાથી મોગલ માં તમારા પર કૃપા વર્ષાવશે.

આ ઉપરાંત કબરાઉ સ્થિત માં મોગલ ધામના મંદિરે બિરાજમાન એવા મણીધર બાપુએ પણ કહ્યું હતું કે તમારી કુળદેવીને માન અને પછી મોગલ માં ને માનો એ તમારા બધા જ કામ પાર પાડી દેશે. માં મોગલને યાદ કરવા માત્રથી એ રાજી રાજી છે, માં મોગલને ગૂગળનો ધૂપ ખુબ જ પ્રિય હોવાથી ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે એ તો અઢારે વરણની માં છે.

જ્યારે માં મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને તેમની કૃપા હંમેશા વરસતી રહેશે. અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધુપ કરવો જોઈએ અને હા માં મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે માં મોગલને કોઈ સોનુ ચાંદી કે દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેમને આસ્થાથી માનવામાં આવે તો પણ પ્રસન્ન થઈ જાય છે, મણીધર બાપુની કહેલી વાત યાદ રાખીને તમે મોગલ માંને પ્રસન્ન કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *