દિલ્હીમાં બેઠા-બેઠા PM મોદીએ યુરોપમાં ચલાવી કાર, વિડીયો જોઈ કહેશો આ કેવી રીતે થયું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે ભારતમાં 5G મોબાઇલ સેવાઓ શરૂ કરી. આ ટેકનિકનો ઉપયોગ કરીને PM મોદીએ નવી દિલ્હીમાં બેઠા-બેઠા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે ભારતમાં 5G મોબાઇલ સેવાઓ શરૂ કરી. આ ટેકનિકનો ઉપયોગ કરીને PM મોદીએ નવી દિલ્હીમાં બેઠા-બેઠા સ્વીડન, યુરોપમાં કાર ચલાવી હતી. PM મોદીએ આ કાર વર્ચ્યુઅલ રીતે 5G ટેક્નોલોજીથી ચલાવી હતી. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ના ઉદ્ઘાટનમાં હાજરી આપતી વખતે વડાપ્રધાન દ્વારા આ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. નવી મોબાઇલ સેવાઓનો ઉપયોગ કરીને, ભારતમાં હાજર ગેજેટ્સ સાથે કારના નિયંત્રણોને જોડવા માટે હાઇ-સ્પીડ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પીયૂષ ગોયલે પીએમ મોદીનો વીડિયો શેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર ચલાવી રહ્યા હોવાની તસવીર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટર પર શેર કરી છે. વિડીયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, “@NarendraModi એ ભારતની 5G ટેકનોલોજીનો ઉપયોગ કરીને દિલ્હીથી દૂર યુરોપમાં કાર ચલાવવાનું પરીક્ષણ કર્યું.”

2024 સુધીમાં દેશભરમાં 5G હશે
જણાવી દઈએ કે, પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5G સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં 5G સેવા શરૂ થશે. દરમિયાન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે. આ સિવાય આશા છે કે 2024 સુધીમાં આખો દેશ 5G નેટવર્કનો ઉપયોગ કરી શકશે.

ભારત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે – મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 5G સાથે ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણ સ્થાપિત કરી રહ્યું છે. આજે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ સમજી રહ્યો છે કે 5G ઈન્ટરનેટના સમગ્ર આર્કિટેક્ચરને બદલી નાખશે. ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરતાં કેટલાક લોકો એવું વિચારે છે કે આ માત્ર એક સરકારી યોજના છે. પરંતુ ડિજિટલ ઈન્ડિયા માત્ર એક નામ નથી, દેશના વિકાસ માટેનું એક મોટું વિઝન છે. આ વિઝનનો ધ્યેય એ ટેક્નોલોજીને સામાન્ય લોકો સુધી લઈ જવાનો છે, જે લોકો માટે કામ કરે છે, લોકો સાથે જોડાઈને કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *