મનીષ સિસોદિયાના એક ટ્વીટથી મચ્યો ખળભળાટ- ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું હું મારું માથું આપી દઈશ પણ…

દિલ્હી(Delhi)ના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)એ એક ટ્વીટ કરીને કહ્યું કે, તેમને ભાજપ(BJP)માં જોડાવાની ઓફર મળી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘મને ભાજપનો સંદેશ મળ્યો છે – ‘આપ’ તોડો અને ભાજપમાં જોડાઓ, CBI-EDના તમામ કેસ બંધ કરી દેવામાં આવશે.

મનીષ સિસોદિયાએ પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, ‘ભાજપને મારો જવાબ – હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું મારું માથું આપી દઈશ, પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.

નોંધનીય છે કે CBIએ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. ED ટૂંક સમયમાં કથિત એક્સાઇઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કેસ નોંધી શકે છે. લુકઆઉટ સર્ક્યુલર જારી થયા બાદ હવે મનીષ સિસોદિયા પરવાનગી વગર વિદેશ જઈ શકશે નહીં.

CBIએ શુક્રવારે મનીષ સિસોદિયાના ઘર સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સહિત 15 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા છે. સીબીઆઈએ આ મામલામાં 17 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો. આ મામલે પૂર્વ ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ તિવારી અને આસિસ્ટન્ટ એક્સાઇઝ કમિશનર પંકજ ભટનાગર સહિત નોકરિયાતો, નવ ઉદ્યોગપતિઓ અને બે કંપનીઓના નામ આ કેસમાં લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ગયા મહિને 22 જુલાઈ, 2022ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારની આબકારી નીતિ 2021-22ની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *