કોણ છે મેહુલ બોઘરા, જેના નામ માત્રથી કાંપવા લાગે છે લાંચિયા અને તોડબાજોના પગ- જાણો વિગતે

સુરત(Surat): હાલમાં થોડા સમય પહેલાં શહેરમાં બનેલી એક ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની જવા પામી છે. વાત કરવામાં આવી રહી છે એડવોકેટ મેહુલ બોઘરા(ADV…

સુરત(Surat): હાલમાં થોડા સમય પહેલાં શહેરમાં બનેલી એક ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની જવા પામી છે. વાત કરવામાં આવી રહી છે એડવોકેટ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA)ની. જી હા હાલમાં ચારેય બાજુ વકીલ મેહુલ બોઘરા એક ચર્ચાનો વિષય બન્યા છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે?

તો ચાલો અમે તમને જણાવી દઈએ કોણ છે આ મેહુલ બોઘરા. મેહુલ બોઘરા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની છે અને હાલમાં તેઓ સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે. મેહુલ બોઘરાએ B.COM કર્યા બાદ વડોદરાની એમ એસ યુનિવર્સિટી માંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે.

હાલમાં એડવોકેટ મેહુલ બોઘરા છેલ્લા બે વર્ષથી સતત પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી, ભ્રષ્ટાચાર અને તોડપાણી સામે સ્વતંત્રપણે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાના ધજાગરા ઉડાડે છે તેને બહાર લાવવાનું કાર્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે.

એડવોકેટ મેહુલ બોઘરા કાયદો બધા માટે સમાન રહે તે માટે આ કર્યો કરી રહ્યા છે. એડવોકેટ મેહુલ બોઘરા પોલીસ અધિકારીઓ અને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને તેમનો વિડીયો ફેસબુકના માધ્યમથી લાઈવ કરીને ચાલી રહેલા લાપરવાહી, ભ્રષ્ટાચાર અને તોડપાણીને ઉઘાડા પાડે છે. આ કાર્ય કરવાને કારણે ઘણી વાર તંત્રના લોકો દ્વારા તેમને ધાક-ધમકીઓ પણ આપવામાં આવે છે.

તેમ છતાં પણ કોઈનો ડર રાખ્યા વગર એડવોકેટ મેહુલ બોઘરા પોતાનું કાર્ય કરતા રહે છે. એડવોકેટ મેહુલ બોઘરાનું કહેવું છે કે, પોલીસ અધિકારીઓ ધારે તો કાયદાના સહારે કરી રહેલા લાપરવાહી, ભ્રષ્ટાચાર અને તોડપાણીના કર્મચારીઓને સુધારી શકે છે અને ભ્રષ્ટાચાર દૂર કરી શકે છે. પરંતુ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખાખીની આડમાં પોતાને સર્વેસર્વા માની રહ્યા છે. તે લોકોને કાયદા પ્રમાણે ચાલવાનું કાર્ય એડવોકેટ મેહુલ બોઘરા કરી રહ્યા છે.

એડવોકેટ મેહુલ બોઘરાનું કહેવું છે કે, રાજ્યમાં ઘણા સારા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે પોતાનું કામ સારી રીતે અને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરી રહ્યા છે. જેમને હું સલામ કરું છું. પરંતુ નિયમો જેમ લોકોને લાગુ પડે તેમ તમામ સરકારી કર્મચારીઓને પણ લાગુ પડવા જોઈએ. જેને કારણે હું આ અભિયાન ચલાવી રહ્યો છું અને લોકોમાં જાગૃતતા આવે તેવો એક પ્રયાસ કરી રહ્યો છું.

હાલમાં તો એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા જ મોટી સંખ્યામાં એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, બીજી બાજુ સરથાણા પોલીસ સ્ટેશન પર હજારો સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *