‘વોકલ ફોર વોકલ’ કર્યું સાર્થક: હસ્તકલાથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી દેશવિદેશમાં ડંકો વગાડ્યો, દેશ-વિદેશમાંથી મળી રહ્યા છે ઓર્ડરો

Manjuben of Himachal Pradesh makes the best items from waste: અડગ મનના માનવીને હિમાલય પણ રોકી નથી શકતો. આ કહેવતને સાર્થક કરતી એક એવી મહિલાની આજે વાત કરીશું, જેઓ અંતરિયાળ વિસ્તારના અને ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં પોતાની સુજબુજથી હસ્તકલાના માધ્યમ થકી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુની(Manjuben of Himachal Pradesh makes the best items from waste) બનાવટનો પોતાનો બિઝનેશ શરૂ કરી પોતાની સાથે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલા સરસ મેળામાં પહાડી ધાસ(કુંચા)માંથી હસ્તકલાના માધ્યમથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આવેલા મંજુબેન રમેશભાઇ હિમાચલપ્રદેશ પહાડી હસ્ત કલાકારીગરીના કારણે આજે તેઓ આત્મનિર્ભર બન્યા છે, તેમજ આજુબાજુના ગામની ૩૦ મહિલાઓને પણ કલા થકી રોજગારી આપી પગભર બનાવી છે. તેઓ શિક્ષિત અને સરકારી નોકરિયાત કરતા પણ વધુ કમાણી કરી રહ્યા છે. ત્યારે તેમની આ કલા વિશે ખાસ જાણીએ.

આજના યુગમાં શિક્ષણ હોવું અનિવાર્ય બની ગયું છે. પરંતુ શિક્ષણ ન હોય તો કશુ ન કરી શકીએ, તે વાત હિમાચલપ્રદેશની મહિલાઓએ ખોટી સાબિત કરી છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના કંડાધાટ ખાતે રહેતા મંજુબેન રમેશભાઇ પોતાના હસ્તકલા થકી આગવી ઓળખ અને નામના મેળવી છે. આજથી ૧૪ વર્ષ પહેલા મંજુબેન ખેત મંજુરી કરતાં હતા. તેઓ આ પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં કંઈક કરી છૂટવાની અને સ્વરોજગારી મેળવવાની નેમ સાથે તેમને હાથ વણાટથી પહાડી ધાસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનું કામ શરૂ કર્યું અને તેના થકી સારી રોજગારી મળવાની શરૂ થઈ હતી.

શરૂઆતના સમયમાં રસ્તા પર બેસી પોતાની બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં હતા. ત્યારબાદ સરકાર તરફથી મંજુબેનને એક દુકાન ફાળવણી કરવામાં આવી. જેથી તેઓ હવે પોતાની દુકાનના માધ્યમથી બધી વસ્તુંઓનું વેચાણ કરે છે, ઉપરાંત મંજુબહેન વિવિધ એક્સિબિશન,મેળાઓમાં ભાગ લેવાનો લઇ ધીરે ધીરે પોતે આગળ વધતાં ગયા. અત્યાર સુધીમાં ૧ હજારથી વધુ મહિલાઓને ટ્રેનિંગ આપી ચુક્યા છે.પોતાની જેમ અન્ય મહિલાઓ પણ પોતાના પગ પર ઉભી રહે એના માટે મંજુબહેન હંમેશા પ્રયત્નશીલ રહે છે.

સખીમંડળની બહેનો રૂપિયા ૮ થી ૯ હજાર મહિને કમાતી થઈ છે. હાથ વણાટ દ્વારા રંગબેરંગી દોરાઓ અને પહાડી ધાસ, કચરામાંથી બનાવવામાં આવતી ચીજવસ્તુઓની સુંદર કલા કારીગરીની પરદેશમાં પણ કદર થવા લાગી છે, દેશવિદેશથી આવતા પ્રવાસીઓ વેસ્ટમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુની ખરીદી કરવા ગામમાં આવે છે. મહિલા દ્વારા બનાવેલી વસ્તુઓ એટલી પસંદગીની બની છે તેઓ દર વર્ષે હિમાચલના પ્રવાસે આવી મહિલાઓ સાથે સમય પ્રસાર કરી ધાસમાંથી બનાવેલી વિવિધ વસ્તુની ખરીદી કરે છે.

મંજુબહેન બે મહિલાઓ સાથે વ્યવસાયની શરૂઆત કરી હતી. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધતા હતાં. ધીમે ધીમે મહિલાઓ ધંધામાં જોડાતી ગઈ. તેઓ ધાસ, કંચરા અને કુંચામાંથી ચપાટી બોક્ષ, પુજા આસન,ચપ્પલ, પર્સ, પુજાની ટોકરી,પેન સ્ટેન, ફાલવર કોટ, બુટ્ટી, રાખડી, રજાઇ સહીત અનેક ચીજ વસ્તુ બનાવી તેનું વેચાણ કરે છે, તેમજ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત યોજાતા વિવિધ મેળાઓ, એક્ઝિબિશનોમાં ભાગ લઇ વેસ્ટમાંથી બનાવેલી બેસ્ટ પ્રોડક્ટનું વેચાણ કરી રહી રહ્યા છે. જેના થકી હિમાચલપ્રદેશની આગવી ઓળખ જળવાય રહી છે. સરકારની અનેક આયોજન થકી મહિલાઓ પોતે પગભર થઇ રહી છે, જેથી સરકારના પ્રત્યે આભારની લાગણી તેમણે વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *