VNSGU માં મળતિયાઓને ઉત્તરવહી તપાસવાના કરોડોના ચુકવણા મુદ્દે ભાવેશ રબારીની રજુઆતને પગલે તપાસના આદેશ

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU NEWS) દ્વારા કોરોના કાળમાં ઓનલાઇન પરીક્ષાઓ લેવા માટે વિશાઈન ટેક પ્રા. લી. પુણે કંપનીને વગર ટેન્ડરે કરોડો રૂપિયાનું કામ સોપવામાં આવ્યું હતું. કોરોના કાળ પૂર્ણ થઈ ગયા પછી રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાઓ લેવાનું બંધ થઈ ગયા પછી પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ કંપનીના હિતમાં ઓનલાઇન પરીક્ષા લેવાનું એક વર્ષ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું અને આ કંપનીને કરોડની કમાણી કરી આપી હતી.

ઓનલાઇન પરીક્ષાઓ લેવાનું બંધ થતા યુનિવર્સિટી(VNSGU NEWS) દ્વારા આ વિષય વિશાઈન ટેક પ્રા. લી. પુણેની કંપનીનો ધંધો બંધ ન થઈ જાય તેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી ની પરીક્ષાઓને ઉત્તરવાહિનીઓનો ઓનલાઈન મૂલ્યાંકન કરવાનું કામ પણ આ કંપનીને સોંપી દેવામાં આવ્યું હતું. શરૂઆતમાં BCA, BBA  જેવા ઓછા વિદ્યાર્થીઓની ફેકલ્ટીમાં ઓનલાઈન મૂલ્યાંકન કરવાની કામગીરી આ કંપની એક પૂરવણી સ્કેન કરવા માટે ₹35 ના વર્ક ઓર્ડર આપવામાં આવ્યો અને ત્યારપછી આ કંપની ટેન્ડર વગર સતત વર્ક ઓર્ડર એક પૂરવણીના ₹35 + GST લગાડી આ કપનીને સોપવામાં આવ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU NEWS) દ્વારા એપ્રિલ/મે 2023 ની મેડિકલ સિવાયની તમામ ફેકલ્ટીમાં ઓનલાઈન મૂલ્યાંકન આ કંપનીના હિતમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં B-com, B-A, B-sc જેવી ફેકલ્ટીનો પણ સમાવેશ ઓનલાઇન મૂલ્યાંકન પદ્ધતિમાં કરવામાં આવ્યો જેથી યુનિવર્સિટી ની એપ્રિલ/મે-2023 ની પરીક્ષામાં અંદાજે 1.75 લાખ જેટલા વિદ્યાર્થીઓને તમામ વિષયોની રેગ્યુલર અને  એટીકેટીઓની પરીક્ષાઓની અંદાજે કુલ 10 લાખ જેટલી પૂરવણીનું સ્કેનિંગ મૂલ્યાંકન માટે આ કંપની પાસે એક પૂરવણીના 35 રૂપિયા + GSTના ભાવે વગર ટેન્ડરે કામગીરી સોંપી કરોડો રૂપિયાનો ધંધો કંપનીના હિતમાં કરવામાં આવ્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષાઓની ઉત્તરવાહિની ઓફલાઈન મૂલ્યાંકન માટે પ્રોફેસરને એક પૂરવણીની ચકાસણી માટે U.G માં 10 અને P/Gમાં રૂપિયા 15 પ્રોફેસરને આપવામાં આવે છે. અને હાલમાં પૂરવણી ઓનલાઈન મૂલ્યાંકન કરવા માટે એક પૂરવણીની ચકાસણી માટે રૂપિયા 30 પ્રોફેસરને આપવામાં આવે છે. આમ ઓનલાઇન પૂરવણી ચકાસણી માટે પ્રોફેસરને આપવામાં આવતા મહેનતના કરતા કંપનીને સ્કેન કરવા માટે વધુ રૂપિયા આપવામાં આવે છે. એક પૂરવણી ચકાસવા માટે પ્રોફેસર અને રૂપિયા 30 આપવા કરતા સ્કેનિંગ કરવા માટે કંપનીને રૂપિયા 35 + GST ચૂકવી કરોડો રૂપિયા નો ફાયદો કરાવવા માટે યુનિવર્સિટીના સત્તા મંડળમાં બેઠેલા કે અન્ય કોઈ વ્યક્તિના દબાણમાં ચાલતી આ પદ્ધતિની યોગ્ય તપાસ કરવામાં આવે.

યુનિવર્સિટી ની એપ્રિલ/મેં-2023 ની પરીક્ષાઓની ઉત્તરવાહિની ઓનલાઇન સ્કેનિંગ કરતી વખતે અમુક પેજ સ્કેન કરવાની ભૂલી જવાની અને ઘટનાઓ બનાવવા છતાં આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ ઓનલાઇન મૂલ્યાંકનમાં અનેક બેદરકારીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના પરિણામમાં ડીએલઓ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષોથી ઓફલાઈન ઉતરવાહી ચકાસણીના કારણે પ્રોફેસર ખૂબ જ સારી રીતે મૂલ્યાંકન કરી શકતા હોવાથી યુનિવર્સિટીના પરિણામ ખૂબ જ સારા આવતા હતા પરંતુ ચાલુ વર્ષ એપ્રિલ/મે-૨૦૨૩ ની યુનિવર્સિટી ની પરીક્ષાઓની ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન ઓનલાઇન કરવાથી તમામ ફેકલ્ટીઓના પરિણામ ખૂબ જ નીચે આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન મૂલ્યાંકનના કારણે નપાસ થયા છે.

યુનિવર્સિટી ની પરીક્ષા નું પરિણામ 50% થી 60 ટકા કરતાં વધારે આવતું હતું. પરંતુ હાલની કંપનીના હિતમાં ચાલુ કરેલ ઓનલાઈન મૂલ્યાંકનના કારણે યુનિવર્સિટીના ઇતિહાસમાં તમામ ફેકલ્ટીનું પરિણામ સૌથી ઓછું આવેલ છે હાલમાં ઘણી ફેકલ્ટીમાં માત્ર ૨૦ થી ૩૦ ટકા જ પરિણામથી વિદ્યાર્થીઓની પણ આ પદ્ધતિ બંધ કરવા માટે અનેક રજૂઆતો કરી છે. તેમજ કોલેજના સિનિયર પ્રોફેસર પણ કોમ્પ્યુટર પર એક ઉત્તરવાહીના 35 થી વધારે પેજ હોય તેવી અનેક ઉત્તર વાહીઓ તપાસવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય આ પદ્ધતિ શિક્ષણના હિતમાં ન હોય તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને આ મિસાઈલ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોરોના કાલથી ખોટી રીતે કરોડો રૂપિયા કમાવી આપવા માટે સરકારના નિત્ય નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી છે તેની ઉચ્ચતરીય તપાસ કરવામાં આવે તેવી ભાવેશ રબારી દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *