દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આવામાં સુરત(Surat) શહેરમાં આમ આદમી પાર્ટી(AAP)ના વધતા પ્રભાવને કારણે ભારતીય જનતા પાર્ટી(BJP)એ કેન્દ્રીય મંત્રીઓના સુરતમાં પ્રવાસ ગોઠવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મનસુખ માંડવીયા ભાજપના સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી રહેલા દેખાય રહ્યા છે. આ બેઠકમાં મનસુખ માંડવીયા ચિંતાજનક સુરમાં સ્થાનિક આગેવાનોને કહેતા જણાય છે કે, વરાછા(Varachha)માં સોશિયલ મીડિયામાં ભાજપ કરતાં આમ આદમી પાર્ટી સ્ટ્રોંગ છે તો આવું કેમ?

આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ ભાજપ કરતાં મજબૂત કેમ?
ઉલ્લેખનીય છે કે, હાલમાં તમામ રાજકીય પક્ષો પ્રચાર માટે સોશિયલ મીડિયાનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપે પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક ખૂબ મજબૂત કરી દીધું છે. તો તેની સામે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક વધુ ચઢીયાતી હતી પુરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેને લીધે જ મનસુખ માંડવીયા સુરતના પ્રવાસે આવ્યા ત્યારે ભાજપ કરતાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ ચઢીયાતી હોવાની કબુલાત કરતા વીડિયોમાં જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ની ટીમ વધુ મજબૂત કેમ છે? આપણી પાસે પણ યુવા કાર્યકર્તાઓ છે અને એ પણ આમ આદમી કરતાં વધારે છે. AAP પાસે પણ યુવા કાર્યકર્તાઓ હશે પરંતુ તેના કરતાં વધારે કાર્યકર્તાઓ આપણી પાસે છે તેમ છતાં પણ AAP ની સોશિયલ મીડિયા ટીમ વરાછામાં આટલી બધી મજબૂત કેમ છે? આ પ્રકારની વાતો કરતા રાજકારણમાં એક ચર્ચાનો વિષય બની છે.

કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા આ વીડિયોમાં સ્પષ્ટપણે વરાછા વિધાનસભા બેઠકની વાત કરતા દેખાઈ રહ્યા છે. વરાછા વિસ્તાર એ પાટીદારોનો ગઢ ગણાય છે. તારે આ વરાછા વિસ્તારમાં કોર્પોરેશનની ચૂંટણીમાં AAP ને ખૂબ લાભ થયો હતો. જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે, વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને વરાછા વિસ્તારમાં સફળતા મળી શકે છે. જેને લીધે મનસુખ માંડવીયા ચિંતા વ્યક્ત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *