હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. આ મહામારીનો શિકાર સમગ્ર વિશ્વમાં લાખો લોકો બની ચુક્યા છે. આની સાથે જ કેટલાંક લોકોના તો મોત પણ થઈ ચુક્યા છે. આવા કપરાં સમયમાં મહામારીને કાબુમાં લેવા માટે વધારે લોકોના એકત્ર થવાં પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોં પર ફરજીયાતપણે માસ્ક પહેરી રાખવું તેમજ 2 વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક અંતર જાળવી રાખવું જોઈએ.
આની સાથે જ સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે કેટલાય લોકોના મોત નીપજતાં હોય છે ત્યારે હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
મધ્યપ્રદેશમાં આવેલ ખંડવામાં બૈતૂલ હાઇવે પર મેહલૂ ગામ પાસે એક જાનૈયાઓથી ભરપુર ટ્રેક્ટર-ટ્રોલી પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં વરરાજા સહિત કુલ 6 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે કુલ 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત લોકોને ખંડવા જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
વરરાજા સહિત કુલ 6 લોકોના મોત, કુલ 20થી વધારે લોકો થયા ઇજાગ્રસ્ત :
કુલ 40થી પણ વધારે જાનૈયાઓને લઇ જઇ રહેલ ટ્રેક્ટર મેહલૂ ગામ પાસે પુલથી પસાર થતા સમયે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે ટ્રેક્ટર-ટ્રોલી અંદાજે 15 ફૂટ નીચે પલટી મારી ગયું હતુ. જેને લઇને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત નીપજ્યા છે.
જો કે, પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ મૃત્યુ આંકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. આ દુર્ઘટનામાં વરરાજા કુંવરસિંહ તેમજ એમનાં પિતા લલ્લૂરામનું પણ ઘટનાસ્થળ પર જ અવસાન થયું છે. આની સિવાય મૃતકોમાં કુલ 5 મહિલાઓનો સમાવેશ થાય છે કે, જેમાં ભાગવતીબાઇ, સરજૂબાઈ, બુધિયાબાઇ, તુલસાબાઇ તથા ગૌપીબાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle