Khokhli Mata Mandir: ગુજરાતમાં ગાંઠિયા સૌથી લોકપ્રિય નાસ્તામાનો એક નાસ્તો છે પરંતુ ઘણા લોકોને ખબર ના હશે કે ગાંઠીયા માતાજીના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. સુરતના પાર્લે પોઇન્ટ અને કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર(Khokhli Mata Mandir) આવેલ છે. વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસ કે કફની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજી ને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે. દેશ વિદેશ થી લોકો અહીં બાધા પૂરી કરવા આવે છે અને બાધા પુરી થતા અહીં માતાજીને ગાંઠિયા ચઢાવવામાં આવે છે.
100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર
સુરતમાં ઘણા એવા માતાજીના મંદિરો છે જેનું પોતાનું આગવું એક મહત્વ છે. આવું જ એક મંદિર ખોખલી માતાનું છે. પાર્લે પોઇન્ટ અંબિકા નિકેતન પાસે જ ખોખલી માતાનું મંદિર છે જે 100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર છે. લોકો અહીં ખાંસીની બાધા રાખે છે.આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો. જે લોકોને કોઈ બીમારી કે ખાંસી થાય તેઓને આ કુવાનું પાણી પીવડાવવામાં આવતું હતું. પાણી પીવાથી લોકોની ખાંસી સારી થઈ જતી હતી. પહેલા અહીં માત્ર નાનકડી ડેરી જેવું મંદિર હતું.તો બીજી તરફ સુરતના કાપોદ્રા વિસ્તારના સાગર સોસાયટીમાં આ માતાજી વર્ષોથી પ્રગટ થયા છે. અને છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ મંદિર અહીં સ્થિત છે. માતાજીને પણ સાગર સોસાયટીમાંથી બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
માનતા રાખ્યા બાદ ઉધરસમાં ઘણો ફર્ક જોવા મળે છે
હાલ અહીં કૂવો નથી પંરતુ માતાજીની લોકો બાધા રાખે છે. માતાજીની તેઓની બાધા પુરી કરે છે. લોકો બાધા પુરી થતા અહીં ગાંઠિયા ચઢાવે છે. દેશ વિદેશ થી ગુજરાતીઓ ખોખલી માતાજીની બાધા રાખે છે. તેઓની બાધા પુરી થતા અહીં બાધા પુરી કરવા પણ આવે છે.લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી.ઉધરસ થઈ હોય તો દવા કરવાની સાથે સાથે લોકો માનતા પણ રાખે છે,પરંતુ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા ન બને તે માટે તેઓ દવા ચાલુ રાખે છે, પણ લોકોનું કહેવું છે કે માનતા રાખવાના બીજા જ દિવસથી ઉધરસમાં ખુબ ફરક પડે છે. લોકોની વર્ષો જૂની બીમારી પણ ખોખલી માતાના આશીર્વાદથી પૂર્ણ થાય છે.
ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
રવિવારે અને મંગળવારે તો ભક્તોની ભીડ ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં જગ્યા પણ હોતી નથી.અહીં ભક્તોએ 10 રૂપિયાના ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તો 20 રૂપિયાના ગાંઠિયા ધરાવી માનતા પુરી કરવી પડે છે અને 100 ગ્રામની રાખી હોય તો 200 ગ્રામ લાવવા પડે છે. પ્રસાદમાં ધરેલા ગાંઠીયા મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે. તેને મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતા નથી.આમ તો ખોખલી માતાના મંદિર ઘણી જગ્યાએ છે પરંતુ સુરતમાં અહીં માતાજી સ્વયં પ્રકટ થયા છે.
ભક્તો દુરદુરથી માતાજીના દર્શન કરવા આવે છે
માતાજીના ભક્તો અહીં આવીને માતાજીની આરાધના કરે છે, દુર દુર થી ભક્તો અહીં આવીને ખોખલી માતાના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે. ઉધરસ સિવાય પણ, હાથ કે પગના દુખાવાની, લગનમાં વિલંબ થતા હોય કે અડચણો આવતા હોય તો માતાજીની માનતા રાખે છે.આ સાથે જ ગુમડા થવા, ખંજવાળ આવવી, હાથ-પગના દુખાવવા, સગાઈ ન થવી આવા અનેક પ્રકારની સમસ્યાઓની અહીં માનતા માને છે અને ખોખલી માતા દરેક ભક્તની સમસ્યાને દૂર પણ કરે છે.ગુમડા થાય તો ગોળ, કોઈને કમળો થયો હોય તો ડાળિયા, આ ઉપરાંત કોઈની સગાઈ ન થતી હોય, તો તેઓ માતાજીને સાડી પણ અર્પણ કરે છે.ખંજવાળ આવતી હોય, તો માતાજીને મીઠું ધરવામાં આવે છે. આવી અનેક પ્રકારની માનતાઓ અહીં કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App