ચૂંટણી નજીક છે અને કોંગ્રેસ પાર્ટીના ડજન ભર નેતાઓની ‘ન ઘરના ના ઘાટના’ જેવી હાલત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી સાથે નાતરું કરનાર ડઝન કોંગ્રેસીઓ લુછણીયા બની ગયા છે. ટિકિટની લ્હાયમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ પકડનારા કેટલાય કોંગ્રેસીઓ અત્યારે ભાજપના લુછણીયા બનીને બેઠા છે.
જેવી રીતે પગલુછણીયાનો ઉપયોગ પગ સાફ કરવા થાય છે, તેવી જ રીતે કોંગ્રેસના ટોચના કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓને પગ લુછણીયાની માફક ઉપયોગમાં લઇ ફેંકી દીધા છે. ત્યારે આવી જ પરિસ્થિતિ કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાનાર નેતાઓની બની છે. જેઓ હવે નથી તો ઘરના કે નથી તો ઘાટના બની ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2002 થી કોંગ્રેસમાંથી 58 થી વધુ નેતાઓએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. આ યાદી માંથી 15 થી 16 ને બાકાત કરો તો દરેક નેતાઓ હાલ ભાજપમાં પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા છે. ભાજપે લાલજાજમ પાથરીને ભાજપમાં જોડી તો દીધા, અને નેતા બનવાની લ્હાયમાં ભાજપમાં આવી તો ગયા પરંતુ હવે શું કરવું એ જ નથી ખબર…
ધીરે ધીરે આ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના એક સમયના કદાવર નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠકની લ્હાયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, પરંતુ હાલ ભાજપમાં માત્ર ફક્ત નામના જ પ્રવક્તા રહી ગયા છે. આવી જ પરિસ્થિતિ બીજા અન્ય નેતાઓની છે. જેમ કે બ્રિજેશ મેરજા, હિમાંશુ વ્યાસ, દિનેશ શર્મા, કેવલ જોશીયારા, સોમા ગાંડા પટેલ, ધવલસિંહ ઝાલા અને અમિત ચૌધરી. આ તે નેતાઓના નામ છે જે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા પરંતુ હાલ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા છે.
આ લિસ્ટમાં નીમાબેન આચાર્યનું પણ નામ સામેલ થઈ ગયું છે. આ સિવાય પણ રાજેન્દ્રસિંહ ચાવડા, બાવકુભાઈ ઉઘાડ, તેજશ્રી બેન પટેલ, પીઆઈ પટેલ, વલ્લભ ધારવીયા, રાજુ પરમાર અને નરેશ રાવલની હાલત પણ આવી જ કંઈક થઈ છે. કેવલ જોશીયારાની વાત કરીએ તો તેમને તો ટિકિટનો વાયદો કર્યો હતો, છતાં ભાજપ ટિકિટ આપી શક્યું નથી. અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, આ તમામ કોંગ્રેસીઓ માટે ભાજપમાં શું રોલ છે તેનો કોઈ ખ્યાલ આવતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.