મોટી દુર્ઘટના! એકાએક ખાણ ધસી પડતા એક જ સાથે 7 લોકોના કરુણ મોત, સેકંડો ગ્રામજનો ફસાયા

હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. છત્તીસગઢ (Chhattisgarh)માં શુક્રવારે એટલે કે આજે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. જેમાં જગદલપુર (Jagdalpur)થી 11 કિલોમીટર દૂર માલગાંવ(Malgaon)…

હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. છત્તીસગઢ (Chhattisgarh)માં શુક્રવારે એટલે કે આજે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. જેમાં જગદલપુર (Jagdalpur)થી 11 કિલોમીટર દૂર માલગાંવ(Malgaon) ગામમાં ખાણને અડકેલી ખાણ(Mine) અચાનક ઢસી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 12થી વધુ ગ્રામજનો ફસાયા હતા.

મળતી માહિતી મુજબ, ઘટના સ્થળે હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. તેમને બચાવવા માટે પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ 7 લોકોના મોત થયા છે. આ સાથે જ ખાણમાં વધુ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. એક અંદાજ મુજબ 30 થી 45 મિનિટમાં બાકીના ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવશે.

મિઝોરમમાં ખાણ ધસી પડતાં 12નાં મોત થયા હતા:
આ સિવાય 14 નવેમ્બરના રોજ મિઝોરમના હંથિયાલ જિલ્લામાં એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા પથ્થરો ઉપરથી તૂટીને તેમના પર પડ્યા હતા, જેમાં 12 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. આસામ રાઈફલ્સ, બીએસએફ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં ફસાયેલા તમામ મજૂરોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *