આચારસંહિતાના લીરેલીરા ઉડાવતું ભાજપ- શ્રમિકોને ખુલેઆમ ટીફીન વહેચી માંગ્યા વોટ

ગુજરાતમાં ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આચારસંહિતાના લીરેલીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપ ઉમેદવારના લોકોએ ગ્રામીણ લોકોને ટિફિન વહેંચી ભાજપ…

ગુજરાતમાં ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આચારસંહિતાના લીરેલીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપ ઉમેદવારના લોકોએ ગ્રામીણ લોકોને ટિફિન વહેંચી ભાજપ તરફી વોટ કરાવ્યા હતા. વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. લોકોનો એક જ સવાલ છે કે, શું ભારતીય જનતા પાર્ટીને આચારસંહિતાના કોઈ નિયમો લાગુ પડતા નથી?

મળતી માહિતી અનુસાર ગુજરાતના ડીસામાંથી એક મહત્વ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના લોકો દ્વારા શ્રમિક મહિલાઓને ટિફિન આપી ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી તરફી મત આપવા જણાવી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ભાજપનો ખેસ પહેરેલા કેટલાક લોકો શ્રમિક મહિલાઓને ટિફિન વહેંચી રહ્યા છે. અને સાથે આ દરેક મહિલાઓને કહી રહ્યા છે કે, ‘મોદી સાહેબને લાવવાના છે ભાજપને વોટ આપજો.’

સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. લોકો સમક્ષ વિડીયો આવતા, જનતાએ પણ આ ઘટનાને નિમ્ન સ્તરીય ઘટના જણાવી છે.

આમ આદમી પાર્ટીની ગેરેન્ટીઓને ‘રેવડી’ કહેતી ભાજપ સરકાર જ્યારે શ્રમિક મહિલાઓને મફતમાં ટિફિન આપી રહી છે તો ભાજપ આને શું ગણશે? આ મોટો સવાલ ગુજરાતની જનતાના મુખે ચર્ચાઈ રહ્યો છે. જોકે આ વાયરલ વિડીયો ની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *