અમદાવાદ (Ahmedabad): અમદાવાદના પબ્લિક પ્લેસ પર મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે જોવા માટે અમદાવાદ પોલીસ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર મહિલા ટીમને કેટલાક ટપોરીઓએ ઇશારા કર્યા હતા. રોમિયાગીરી કરતા આ નબીરાઓને સપનામાં પણ ખ્યાલ ન હતો કે, રિવરફ્રન્ટ પર પસાર થતી યુવતીઓ સામે હિરોપંટી કરવા તેમની મહાભૂલ હતી.
આ યુવતીઓ સામાન્ય ન હતી, આ યુવતીઓ રીયલ લાઇફની મદાર્નીઓ હતી. યુવતીઓએ હિરોપંટી કરનારને સબક શીખવાડીને લોકઅપના સળિયા દેખાડ્યા હતા. પોલીસે આ લોકો પાસે બાંયધરી લીધી હતી કે, આ પ્રકારે છેડતી કે કોમેન્ટ પાસ નહીં કરે.
આ રોમિયોઓ જાહેર સ્થળે યુવતીઓની છેડતી કરી રહ્યા હતા. જાહેર સ્થળે છેડતીખોરની હેરાનગતિથી મહિલાઓ ત્રસ્ત હોય છે અને તેથી મહિલાપોલીસની ટીમે ત્રણેય રોમિયોને ધોળાદિવસે તારા બતાવી દીધા હતા. મહિલાપોલીસના આ કાર્યથી ત્યાં હાજર મહિલાઓ અને યુવતીઓ ખુબજ ખુશ થઈ હતી. મહિલા પોલીસના આ એક્શનથી ત્યાં હાજર મહિલાઓ અને યુવતીઓ પોતે સલામત હોવાનો અહેસાસ કરી રહ્યા હતા.
PSI અને અન્ય કોન્સ્ટેબલ ડ્રેસ બદલીને સાદા કપડામાં રવિવારે સાંજે રિવરફ્રન્ટ પર ગયા હતા. સાંજના છ વાગ્યાથી બે થી ત્રણ કલાક સુધી આ મહિલાપોલીસની ટીમ રિવરફ્રન્ટ વિસ્તારમાં ફરી હતી. આ સમયે આ સ્થળે કેટલાક ટપોરીઓ પણ હાજર હતા. આ ટપોરીઓ
મહિલા પોલીસને ઓળખી શક્યા ન હતા અને તેમની છેડતી અને કોમેન્ટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ સાદા ડ્રેસમાં આવેલી મહિલા પોલીસ ટીમએ ખરેખર કાયદાની તાકાત બતાવી હતી. સાથે સાથે ફરી વાર કોઈ યુવતી કે મહિલાને હેરાન ના કરે તેવો સબક શીખવાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.