ઘરમાં કામ કરતા નોકરના પ્રેમમાં પડી ફૂલ જેવી છોકરી અને કરી લીધા લગ્ન! વિડીયો જોઈ આંખે અંધારા આવી જશે

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, પ્રેમ(love) આંધળો હોય છે. આ માત્ર કહેવા પુરતું જ નહિ, પરંતુ ઘણી વાર આ કહેવતને સાર્થક કરતા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયમાં એવી ઘણી કહાનીઓ સામે આવી છે, જેમાં મોટી ઉંમરમાં પુરુષો સાથે નાની નાની ઉંમરની યુવતીઓ લગ્ન કરી લેતી હોય છે, ત્યારે હાલ પણ એક એવી જ કહાની સામે આવી છે, જેમાં એક 20 વર્ષીય છોકરી નોકરના પ્રેમમાં પડતા તેણે લગ્ન કરી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, 20 વર્ષની મુસ્કાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહે છે. તેમજ તેના પરિવારે 25 વર્ષીય અમીરને પોતાના ઘરની ભેંસોની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. મુસ્કાને જણાવ્યું કે, તેના ઘરમાં 4 ભેંસ હતી, તેમની સંભાળ રાખવી મુશ્કેલ હતી. એટલા માટે અમે આમિરને રાખ્યો છે. તે પોતાનું કામ ઈમાનદારી અને ખંતથી કરતો હતો. તેની દેખભાળને કારણે ચારેય ભેંસો પહેલા કરતાં વધુ દૂધ આપવા લાગી. ત્યારબાદ તે આમિરની મહેનત અને ઈમાનદારીથી પ્રભાવિત થઈ હતી.

આમિરની મહેનત અને ઈમાનદારી ધીમે ધીમે મુસ્કાનને સારી લાગવા લાગી હતી. તેમજ તેના થોડા સમય પછી મુસ્કાને નક્કી કર્યું કે તે આમિરને તેના દિલની હાલત જણાવીને રહેશે. આ પછી મુસ્કાને જણાવ્યું હતું કે, એક દિવસ આમિર ભેંસને તબલામાં નવડાવી રહ્યો હતો, ત્યારે તે તેની પાસે ગઈ અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. મુસ્કાને આમિરને કહ્યું કે, હું તને પસંદ કરવા લાગી છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું.’

મુસ્કાનની આ વાત સાંભળીને આમિર પણ ચોંકી ગયો હતો. આ પછી તેણે મુસ્કાનને જવાબ આપવા માટે સાંજ સુધીનો સમય માંગ્યો હતો. આમિરે તેના પરિવારના સભ્યો સાથે આ વિષય પર વાત કરી અને સાંજે મુસ્કાન પાસે ગયો અને પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. ત્યારે મુસ્કાને કહ્યું કે, તેના ઘરમાં માત્ર માતા છે અને હવે આમિર પણ અમારી સાથે રહે છે.

આ સિવાય વધુમાં મુસ્કાને જણાવ્યું હતું કે, માતાએ પણ આમિર સાથે લગ્ન કરવાની ના પાડી ન હતી. તે કહે છે કે આમિર સાથે લગ્ન કર્યા બાદ હવે અમારે ભેંસોની દેખભાળ માટે ત્રણ લોકોને રાખવા પડ્યા છે. આમિરને પણ મુસ્કાનને ખુબ જ પ્રેમ કરે છે. નોકર પ્રત્યેના તેના પ્રેમના સવાલ પર મુસ્કાન કહે છે કે પ્રેમમાં નાના મોટા, અમીર ગરીબ નથી જોવામાં આવતું. આ રીતે 20 વર્ષીય છોકરી નોકરના પ્રેમમાં પડતા તેણે લગ્ન કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *