આજના દિવસે દેશના આ મંદિરોમાં ભગવાનને ફૂલોથી નહિ પરંતુ કરોડો રૂપિયાની નોટોથી શણગારાય છે, પ્રસાદમાં મળે છે સોનું-ચાંદી

દેવોની ભૂમિ ગણાતા ભારત(India) દેશમાં સેંકડો લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને સૌથી પૂજનીય માનવામાં…

દેવોની ભૂમિ ગણાતા ભારત(India) દેશમાં સેંકડો લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને સૌથી પૂજનીય માનવામાં આવે છે. કરોડો દેવતાઓમાં માતા લક્ષ્મી ધનની દેવી તરીકે ઓળખાય છે. ઘરો અને મંદિરોમાં દરરોજ દેવીની પૂજા કરવામાં આવે છે, પરંતુ દિવાળી દરમિયાન તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

માં લક્ષ્મી ધનની દેવી તરીકે ઓળખાતી હોવાને કારણે ધનતેરસના દિવસને દેવી લક્ષ્મીના દિવસ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરે સોના-ચાંદી જેવી વસ્તુઓ લાવે છે. પરંતુ દેશમાં એક એવું મંદિર પણ છે જેને દિવાળીના દિવસે સોના-ચાંદીથી શણગારવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, અહીં દરેક પ્રકારની ચલણી નોટો પણ દાન કરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં આવેલા મહાલક્ષ્મી મંદિરને દિવાળી પર ફૂલોથી નહીં, પરંતુ નોટોથી શણગારવામાં આવે છે. મંદિરની દિવાલ અને માતાની મૂર્તિને નોટોથી શણગારવામાં આવે છે. આ સિવાય મંદિરના પ્રાંગણમાં હાજર જાલરને નોટોના ગાદલાથી શણગારવામાં આવે છે. આ બધાને કારણે અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. તેમજ એવું કહેવાય છે કે, દિવાળીની સવારે ધનતેરસથી પાંચ દિવસીય દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ મંદિરને એક-બે લાખથી નહીં પરંતુ કરોડોની ચલણી નોટોથી શણગારવામાં આવ્યું છે. હવે જો આટલી બધી નોટો ચઢાવવામાં આવી રહી છે તો ચોક્કસ મંદિરની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હશે. તેથી જ્યારે પૂજા ચાલે છે ત્યારે મંદિરની આસપાસ પોલીસ ચોકી કરે છે, જેથી મંદિરમાં કોઈ ચોરી ન થાય. આ પ્રખ્યાત મંદિર વિશે પણ રસપ્રદ વાર્તાઓ છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત આ મંદિરમાં દર્શન કરવા આવે છે તેને પ્રસાદમાં નોટ આપવામાં આવે છે. ઘણા લોકો પ્રસાદ તરીકે સોનું અને ચાંદી પણ મેળવે છે.

ત્યારે હવે આ મંદિરના ઈતિહાસ વિશે જાણીએ તો, એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં રાજાઓ અને સમ્રાટો સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે પૈસા સાથે ઘરેણાં અર્પણ કરવા મંદિરમાં આવતા હતા. તે પછી સમજાયું કે મંદિરમાં પૈસા કે ઘરેણાં ચઢાવવાથી ઘરમાં પૈસાની કમી નથી આવતી ત્યારથી ભક્તોએ મંદિરમાં ઘરેણાં અને પૈસા ચઢાવવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *