સુરત(surat): શહેરમાં એક વર્ષ પહેલા બનેલ ગ્રીષ્મા મર્ડર કેસ(Grishma Murder Case) પછીથી કપલ બોક્સ(couple boxes) પર પોલીસે ચાપતી નજર રાખીને બંધ કરાવ્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા કપલ બોક્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે સિંગણપોર(Singanpore)ની પરિણીત મહિલા પર કપલ બોક્સમાં દુષ્કર્મ થયું હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા(Social media) થી પ્રેમજાળમાં ફસાવી પરિણીતાને કપલ બોક્સમાં લઈ જઈ રત્નકલાકારે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોધવામાં આવી છે.
કતારગામ પોલીસ સ્ટેશનમાં પરણિત મહિલાને પોતાના પ્રેમમાં ફસાવનાર મયુર નાવડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કતારગામમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવ્યા પછી મહિલાને કપલ બોક્સમાં બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને મહિલાને ખબર ના પડે એમ તેના ફોટો પાડી લીધા હતા. ત્યાર પછી અવારનવાર પરિણીતાને બ્લેકમેઇલીંગ કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ પરિવારજનોને વાત કરી હતી. પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારની કંટાળેલી પરિણીતાએ 27 વર્ષીય મયુર પ્રવિણ નાવડિયા(રહે, સુમન પ્રતિક આવાસ, સિંગણપોર) સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે સોશિયલ મીડિયાના માધ્યમથી મયુર પ્રવિણ નાવડિયાના નામના યુવકના સંપર્કમાં આવી હતી. પ્રવિણ નાવડિયાએ તેને ફેસબુકમાં વાતચીત બાદ પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તે પરિણીતાને સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો.
ફેસબુકમાં વાતચીત બાદ આરોપી મયુર પ્રવિણ નાવડિયાએ પરિણીતાને ફસાવી હતી, અને તેને કપલ બોક્સમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલુ જ નહિ, તેની સાથેના અંગત પળોના ફોટો પણ પાડી લીધા હતા. આ બાદ મયુર પ્રવિણ નાવડીયા પરિણીતાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેણે ફોટો બતાવીને પરિણીતા પર સંબંધો બાંધવા દબાણ કર્યુ હતું. વળી બન્ને પરિણીત છે. આરોપીને સંતાનમાં એક દીકરો છે તો પરિણીતાને સંતાનમાં એક દીકરી છે.
આમ, અંતે કંટાળેલી પરિણીતાએ મયુર પ્રવિણ નાવડિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી મયુર પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આરોપી મયુર પ્રવિણ નાવડિયા હીરાની મજૂરીકામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.