સાલ્બોની: પશ્ચિમ મિદનાપુરના સાલ્બોનીમાં, બે કોન્સ્ટેબલ – એક પુરુષ અને એક મહિલા તેમની ફરજમાં અપાયેલ હથિયારથી તેમને ગોળી વાગતા મોત થયાં હતાં. મૃતદેહોની સ્થિતિ, ફાયરઆર્મ્સ અને ઇજાઓ સૂચવે છે કે પુરુષે પોતાનો જીવ લેતા પહેલા સ્ત્રીને ગોળી મારી દીધી હતી. પોલીસ બંને વચ્ચે સંભવિત અફેર સહિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. બંને શહીદ થયેલા મહિલા અને પુરુષ પરણિત હતાં.
Times of Indiaના અહેવાલ અનુસાર હેડ કોન્સ્ટેબલ રાજીવ કુમાર (37) અને કોન્સ્ટેબલ રબારી સેજલબેન (27) ની લાશ મળી આવી હતી, જ્યારે ફરજ પર તેઓએ રીપોર્ટ ન કરતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સેજલબહેનને ગળામાં ગોળી લાગી હતી, જે દર્શાવે છે કે તેને આ ગોળી દૂરથી મારવામાં આવી હતી.
કુમારનું માથું તેની દાઢી પાસે રાખેલી રાઇફલથી ગોળી લાગતા ઘાયલ થઇ ગયું હતું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મિદનાપુર મેડિકલ કોલેજમાં મોકલી દેવાયા હતા. સેજલબેન, જે ગુજરાતના ગાંધીનગરના છે, તેઓ આર્મીમાં છ વર્ષ અને સાત મહિનાથી સેવામાં આપી રહ્યા હતા. કુમાર, યુપીના મહૌલીનો રહેવાસી, 17 વર્ષ અને 11 મહિનાથી સેવામાં હતો. તેઓ બંને 26 ફેબ્રુઆરીએ રજાથી પરત ફર્યા હતા અને સાલ્બોનીમાં એક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહ્યા હતા. તેઓ 6 માર્ચ શનિવારે ફરી ફરજમાં જોડાયા હતા.
બંને ગોરિલા રણનીતિ અને જંગલ યુદ્ધમાં નિપુણ સીઆરપીએફના વિશેષ ઓપરેશન યુનિટ કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુટ એક્શન (કોબ્રા) સાથે જોડાયેલા હતા. કોબ્રા કમાન્ડો ભારતના સૌથી અનુભવી અને કાયદા અમલીકરણના સફળ એકમોમાં સ્થાન મેળવે છે.
પોલીસ અધિક્ષક, પશ્ચિમ મિદનાપુર, દિનેશ કુમારે જણાવ્યું હતું કે: “આ સલબોનીની ઘટના પ્રાથમિક નજરે આત્મહત્યાના કેસ જેવી લાગે છે. એકવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જશે. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle