મહારાજા કૃષ્ણકુમારસિંહની ભાવેણા ધરતી એટલે કે, ભાવનગર(Bhavnagar)ના આંગણે મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન(Maruti Impex Foundation) દ્વારા પાપાની પરી સમૂહ લગ્નોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન 6ઠ્ઠી નવેમ્બર 2022, રવિવારના રોજ જવાહર મેદાન ખાતે થવા જઈ રહ્યું છે. મારુતિ ઇમ્પેક્ષના ફાઉન્ડર ઉદ્યોગ રત્ન સુરેશભાઈ માવજીભાઈ લખાણી(Sureshbhai Lakhani) અને દિનેશભાઈ માવજીભાઈ લખાણી(Dineshbhai Lakhani) ના યજમાનપદે આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
આ સમૂહલગ્નમાં દેશભરના વિવિધ સમાજ અને ધર્મના યુગલોને આશીર્વાદ આપવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવી રહ્યા છે. આ સિવાય દેશના નામી રાજરત્ન, સંત રત્ન, સમાજ રત્નની હાજરી આ પ્રસંગને દિપાવશે. આટલું જ નહિ, અંદાજે ચાર લાખ મહેમાનનીની પણ આ લગ્નોત્સવમાં હાજરી આપશે.
પાપાની પરી સમૂહ લગ્નોત્સવ જાણકારી આપતા દિનેશભાઈ લખાણીએ જણાવ્યું કે, આ આયોજન કોઈ સમાજ અને નામ મેળવવા નહિ પણ રાષ્ટ્ર માટે, સર્વ સમાજ માટે, રાષ્ટ્રને સમર્પિત થવા માટે છે. મારો નાનો ભાઈ સુરેશ લખાણી આ કાર્ય કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીને અમે આશીર્વાદ આપવા આમંત્રિત કરવા માટે ગયા હતા.
કાર્યક્રમ અંગે જાણકારી આપતા દીનેશભાઈ લખાણી એ જણાવ્યું કે, કુલ 552 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે, જેમાં દેશના અલગ અલગ રાજ્ય, અલગ અલગ ધર્મ, જ્ઞાતિની દીકરીઓ છે. આ કાર્યક્રમમાં 3.5 થી 4 લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી આશા છે.
કાર્યક્રમની સમી સાંજે લોકડાયરો રાખ્યો છે, જેમાં નામાંકીત કલાકાર અને ગાયકો કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખાવડ, માયાભાઈ આહીર સહિત આ કલાકારો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં એક વિશેષ રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રયત્નની વાત કરતા દિવ્ય લખાણી એ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં સૌથી મોટા પ્રમાણમાં હાર એક્સચેન્જનો રેકોર્ડ અટેપ્ટ કરવાના છીએ.
કાર્યક્રમના સંયોજક ભરતભાઈ કાકડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, પાપાની પરી લગ્નોત્સવ 2022, એ લખાણી પરિવાર નહીં પણ ભાવનગરવાસીઓનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની આગલી સાંજે સાંસ્કૃતિક ડાયરાનું આયોજન થયું છે, જેમાં ભાવનગરની જાહેર જનતાને આમંત્રણ છે. આ કાર્યક્રમ રાજકીય નહિ પણ રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને આ જાજરમાન કાર્યક્રમમાં રામરાજ્યની પ્રતિકૃતિ હશે, રાષ્ટ્ર નિર્માણના સંકલ્પોની પ્રતિકૃતિ હશે, ભારતમાતાની વિશાળ રંગોળી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.