સુરતમાં પ્રેમી પંખીડાએ પુલ પરથી તાપીમાં લગાવી મોતની છલાંગ- યુવતી બચી ગઈ પરંતુ…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને આજકાલના પ્રેમી પંખીડાઓ નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવતા થઈ ગયા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.  જાણવા મળ્યું છે કે, સુરત (Surat)માં કામરેજ(Kamaraj) નજીક આવેલા ખોલવડ(Kholvad) ગામના સ્મશાન પરથી પસાર થતા તાપી નદીના ઓવરબ્રિજ(Overbridge) પરથી પ્રેમી-પંખીડાએ સાથે જીવી ન શકતા સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને પ્રેમી-પંખીડા ઓવરબ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બંને એક જ સોસાયટીમાં સામે રહેતા હતા:
આ ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, યુવક અને યુવતી કામરેજમાં એક જ સોસાયટીમાં રહેતા હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી સાથે રહેવા ઇચ્છતા હતા, પરંતુ એક ન થઇ શકતા જીવન ટૂંકાવવા માટે આ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા માટે બંને રાત્રે ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે તાપી નદીના ઓવરબ્રિજ પરથી ઝંપલાવ્યું હતું.

આ દરમિયાન યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી. જ્યારે યુવકની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલું છે. જાણવા મળ્યું છે કે, યુવક અને યુવતી બંને મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને કામરેજ ખાતે રહે છે. યુવતી અને યુવકની બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેઓ એક થઈ શકતા નહોતા. જેના કારણે બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફાયર બ્રિગેડ બચાવ કાર્ય શરૂ કર્યું:
ફાયર બ્રિગેડના અધિકારી પ્રવીણ પટેલના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગેની જાણ અમને સવારે 05:45 વાગ્યા આસપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક નાવડાવાળાએ યુવતીને બચાવી લીધી હતી. જેથી તેને તાત્કાલિક 108ની મદદથી સરકારી હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી. જ્યારે યુવક તાપી નદીમાં ગરકાવ થયો હોવાથી હાલ તેની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *