મેરી કોમે પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

ભારતની છ વખત વિશ્વ વિજેતા બોક્સર મેરી કોમે આજે ઇન્ડોનેશિયા માં યોજાયેલ 23 માં પ્રેસિડેન્ટ કપમાં 51 કિલો વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

મેરી કોમે ઓસ્ટ્રેલિયાની એપ્રિલ ફ્રેન્કસને 5-0 થી પરસેવો પાડ્યા વગર જ હરાવી દીધી.

મેરી કોમે ટ્વિટ કર્યું કે,” મારા અને મારા દેશ માટે ઇન્ડોનેશિયા માં યોજાયેલ પ્રેસિડેન્ટ કપ માં ગોલ્ડ મેડલ. જીતુ એટલે કે આગળ વધવા માટેની ઇચ્છા શક્તિ, મહેનત અને અન્ય કરતાં વધુ પ્રયત્ન કરવો. હું મારા તમામ કોચ અને સપોર્ટ સ્ટાફ ના આભાર માનવા માગું છું.”

જ્યારથી ૫૧ કિલોની કેટેગરી ઓલમ્પિકમાં આવી છે ત્યારથી મેરીકોમ પોતાની પ્રિય 48 કિલો અને 51 કિલો ની કેટેગરી માંથી કેમ રમવું તે વિશે વિચારી રહી છે.

ભારતીય બોક્સ નું પ્રતિક ગણાતી મેરી કોમે સૌથી પહેલું વર્લ્ડ ટાઇટલ 48 કિલો ની કેટેગરીમાં જીત્યું હતું. આ ઉપરાંત 2012ની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2019માં ઇન્ડિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને ૫૧ કિલોની કેટેગરીમાં જીત્યા.

લન્ડન માં યોજાયેલ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મેરીકોમ હવે 2020 ની ઓલમ્પિક માટે તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *