હાલમાં જ સુરત(Surat) શહેરના ઓલપાડના(Olpad) સરસ રોડ પર સેના ખાડી પરથી પંચર થયેલું અને શેરડી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ ઓછી હોવાથી 10 વર્ષની ઉંમરના બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. તે દરમિયાન ગંભીર અક્સ્માત (Accident) સર્જાયો હતો.
તે જ સમયે કાંઠા સુગરનું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેથી શેરડીની નીચે બન્ને બાળકો દબાઈ ગયા હોવાથી ઘટના સ્થળે જ આ બાળકોનું કમકમાંટીભર્યું મૃત્ય થયું હતું. આ ઘટના સેના ખાડી આસપાસના પરા વિસ્તાર નજીક સર્જાય હોવાનું જણાયું છે.
તે જ દરમિયાન ઘટના સ્થળે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. શેરડી ભરેલા ટ્રેક્ટર નીચે બે બાળકો કચડાઈને મોતને ભેટ્યાં હોવાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. તે દરમિયાન ઘટના સ્થળે એકઠાં થયેલા લોકોએ પણ હંગામો મચાવ્યો હતો.
આ અકસ્માત દરમિયાન બે બાળકો શેરડી ભરેલા ટ્રેકટરના પલટતાં બન્ને બાળકોને બચાવવા માટે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. શેરડીને હટાવી બાળકોના મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. જો કે બન્ને બાળકોના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસ દ્વારા વધુ જાણકારી માટે તપાસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.