વડોદરા બાદ આણંદમાં સામૂહિક આપઘાત: બે સંતાનો સાથે માતાએ ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનાં મોત

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. આણંદથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આણંદના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.  આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જેમાં માતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે તો પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાબતે આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમયસર સારવાર મળતાં પુત્રીનો જીવ બચ્યો
મળતી માહિતી મુજબ, આણંદની જીવનદીપ સોસાયટીમાંના 51 નંબરના મકાનમાં રહેતા અને વિદ્યાનગર ખાતે આવેલા મિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચ્યો છે, જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનાં મોત થયાં હતાં.

બે દિવસ પહેલાં વડોદરામાં પણ બન્યો હતો સામૂહિક આત્મહત્યાનો બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં સદનસીબે 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં આજે એક જ પરિવારના 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં 6 સભ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર તેમને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે, જ્યારે 3 સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વડોદરામાં બનેલી આ ઘટનામાં 1 વૃદ્ધ, 1 બાળક અને 1 મહિલાનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પરિવારના 6 સભ્યોએ દવા પીધા બાદ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *