Surat Mass Suicide Case: સુરતના જહાગીરપુરા વિસ્તારમાં આવેલ રાજન રેસિડેન્સીના પાંચમાં માળે ફ્લેટમાં ચાર વૃદ્ધો રહેતા હતા. રાત્રે જમ્યા બાદ ચારેય સૂતા હતા જે બાદ મૃત હાલતમાં મળી આવ્યા છે.ત્યારે આ ચારેય લોકોએ સામૂહિક આપઘાત(Surat Mass Suicide Case) કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ આ ઘટનાને પગલે આજુબાજુમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે તેમજ ઘટના પાછળનું કારણ હાલ અકબંધ હોવાનું સામે આવ્યું છે.
ખળભળાટ મચી જવા પામ્યો
જહાંગીરપુરામાં સામુહિક આપઘાતની એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવારના 4 લોકોની લાશ ઘરમાંથી મળી આવી હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ ધ્યાને આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે ઘટનાનું કારણ હજુ અકબંધ છે.
સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ …?
માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. રાતે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં. એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી.
જયારે પાડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફૂડ-પોઈઝિંગ ની આશઁકા
બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો, આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ચારેયે રાત્રે દાળભાત પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. ત્યાર બાદ ફૂડ-પોઈઝિંગ થયું હોય એવું પણ માનવામાં આવે છે. ચારેયનાં મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App