હાલમાં જ પંજાબ(Punjab)ના ભટિંડા(Bhatinda)થી મોટા સમાચાર આવી રહ્યા છે. ભટિંડાના બસ સ્ટેન્ડમાં ભીષણ આગ(Bus stand fire) લાગી હતી, જેના કારણે 3 બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં બસ કંડક્ટરનું મોત થયું છે. ભીષણ આગનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે. જેમાં બસો આગમાં લપેટાયેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
પહેલા એક બસમાં આગ લાગી અને થોડી જ વારમાં તે અન્ય બસોમાં આગ ફેલાઈ જવા પામી હતી. હાલ આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને તાત્કાલિક કાબૂમાં લઈ લીધી હતી.
શું કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું?
આ ઘટના મોડી રાતના રોજ બની હતી. હાલ પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે અને આમાં કોઈ બહારની વ્યક્તિનો હાથ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બે બસ સ્ટેન્ડ પર ઉભી રહેતાં જ તરત જ આગ ફાટી નીકળી હતી. સૌથી દુઃખદ સમાચાર એ છે કે બસમાં બેઠેલા કંડક્ટરને જીવતો સળગી ગયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક ત્રણ બસોને આગ લગાડવાનું ષડયંત્ર હોઈ શકે છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા 20 એપ્રિલે પંજાબના લુધિયાણામાં અગ્નિદાહનો એક દર્દનાક અકસ્માત સામે આવ્યો હતો. અહીં એક ઝૂંપડામાં આગ લાગતાં એક જ પરિવારના પાંચ બાળકો સહિત સાત લોકો જીવતા દાઝી ગયા હતા. મૃતકો બિહારના સમસ્તીપુર જિલ્લાના બોગોપુર ગામના રહેવાસી હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.