બેબાક પત્રકાર દેવાંશી જોશીએ સંદેશ છોડ્યું કે શક્તિશાળીઓના ઇશારે તેમને કાઢવામાં આવ્યા? જાણો શું કહી રહ્યા છે લોકો

Why Devanshi Joshi left Sandesh? : હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. અને ગુજરાતના તમામ પક્ષો અને પાર્ટીઓ દ્વારા અંદરખાને ચુંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલમાંજ થોડા દિવસો પેહલા આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ ગુજરાત પ્રવાસ કર્યો હતો.

ગુજરાતમાં આવા રાજકીય માહોલ વચ્ચે ગુજરાતીઓના પ્રિય પત્રકાર એવા દેવાંશી જોશીને Devanshi Joshi સંદેશ ન્યુઝ હાઉસ દ્વારા કથિત રીતે દબાણ પૂર્વક રાજીનામું લઇ લીધુ હોવાની ઘટના ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે. દેવાંશી જોશીએ (devanshi joshi) આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં”

ઉલ્લેખનીય છે કે પોતાની ડીબેટમાં તેઓ વિદ્યાર્થીઓના અને મોંઘવારીના મુદ્દે ભાજપના નેતાઓ પર આક્રમક સવાલ કરતા હતા જેના જવાબ આપી શકતા નહોતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમના આજના એજન્ડા શો માં તેઓ દેખાઈ રહ્યા નહોતા. જેને લઈને જાણકારો કોઈક અદ્રશ્ય શક્તિના ડરથી સંદેશ ગ્રુપે તેમને રીઝાઈન અપાવ્યું કે ચુપ કરવાની કોશિશ કરી હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.

આમ અચાનક જ દેવાંશી જોશીના સંદેશ છોડવાના નિર્ણયને જ્યારે તેમણે શેર કર્યો ત્યારે સોશિયલ મીદીયમાં ઘણા નામી આનામી લોકો દ્વારા તેમણે સમર્થન આપવામાં આવ્યું હતું તો લોકો તેમણે આ નિર્ણય શું કામ લીધો? શા કારણે લીધો? તો બીજી તરફ તેમના સમર્થનમાં ગુજરાતના ઘણાં બધા લોકો આગળ આવી રહ્યા છે, ચાલો અમે તમને બતાવીએ કે લોકો શું કહી રહ્યા છે દેવાંશીબેનના સમર્થનમાં.

ગોપાલ નામના યુઝર્સનું કેહવું છે કે “ગુજરાતની શાસન વ્યવસ્થામાં તમારા જેવા લોકોની જરૂર છે””ગુજરાતની શાસન વ્યવસ્થામાં તમારા જેવા લોકોની જરૂર છે ” જ્યારે અન્ય એક યુઝર્સ કહે છે કે “સત્ય કોઈ ના કોઈ ના પડછાયા માં કે કોઈના પ્રકાશ માં નથી રહેતો,એતો સ્વયં પ્રકશિત હોય છે ” જ્યારે જીતું સોજીત્રા નામના યુવક કહી રહ્યા છે કે, “અંતે આજ થવાનું હતું થોડા સમય થી આપ દ્વારા નિષ્પક્ષ પત્રકારત્વ અને સત્તા સામે અવાજ ઉઠાવા નું ચાલુ કર્યું હતું. સંઘર્ષનો રસ્તો કઠિન જરૂર રહશે પણ આપને એમાં દિલ થી આનંદ આવશે..

કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે “આજ સુધી આપે હમેશાં રાજ્યના શોષીત અને પીડીતો નો અવાજ નિડરતા થી ઉઢાવી ને પત્રકારત્વ ધર્મ ની ફરજ જ ખુબ જ સારી રીતે નીભાવી છે આપના આવનાર સમય માટે આપને ખુબ ખુબ શુભેચ્છાઓ બેનશ્રી” જ્યારે જીતેન્દ્ર માળી નામના યુવકે કહ્યું હતું કે, “આપે જે નિષ્પક્ષ પત્રકારિતા કરી વંચિતો ગરીબો શોષીતો કામદારો બેરોજગારો શિક્ષિત બેરોજગારો ખેડૂતો નો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે એ બદલ આપ બેનનો ખુબ ખુબ આભાર?”

“સરકાર એની નીચતાની ચરમસીમાએ પહોંચી ગઈ છે. પહેલાં યુવરાજસિંહને ટાર્ગેટ બનાવ્યા. હવે દેવાંશીબેન ને સંદેશ છોડવાની ફરજ પડાઈ. જેમણે હંમેશા યુવાઓનો સાથ સહકાર આપ્યો છે.તમે ચિંતા ના કરતાં બહેન. ગુજરાત ના તમામ લોકો તમારી સાથે છે. એક થઈને લડતાં આવ્યા છીએ આગળ પણ લડીશું.” ગુજરાતના એક ફેન પેજ દ્વારા બનાવેલા આઈડી પરથી દેવાંશી બેનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

તો કોઈ દેવાંશીબેનને  ઝાંસીકી રાની કહીને પણ સંબોધિત કરી રહ્યા છે એક યુઝ્રસે કહ્યું કે “ઝાંસી કી રાની?તમે જેટલા પણ દિવસ પત્રકારિતા કરી છે નીડરતાથી,સત્યનો સાથ આપીને કરી છે.આવી તાનાશાહ સરકાર હોવા છતાં તમે હંમેશા સાચા ને સાચું અને ખોટાને ખોટું કહ્યું છે.મને નથી ખબર પડતી કે કયા સબ્દો માં તમને વર્ણવું.તમારા માંથી અમને સત્ય અને નિષ્ઠાપૂર્વક લડવાની હંમેશાથી પ્રેરણા મળીછે”

ત્યારે અન્ય એક યુઝર્સ કહી રહ્યા છે કે “મેડમ આ ભ્રષ્ટ માં ભ્રષ્ટ સરકાર મીડિયા ને પણ ખરીદી રહી છે!! આ ખૂબ નિંદનીય બાબત છે…! સાથે સાથે એક વાત હું જરૂર કહીશ કે આપ જે કમ્યુનિટી માંથી આવી રહ્યા છો ને એ કમ્યુનિટી ના લોહી માં કદી ખોટું કરવાની વાત જ નો હોય!!✅ Salute mam…!✅”

તમને જણાવી દઈએ કે આજે ગુજરાતના મોટાભાગના જાગૃત નાગરિકો દેવાંશી બહેન સાથે છે તેઓ સોશિયલ મીડિયામાં પણ સમર્થન આપવાનું શરૂ કરી દીધું છે એક જાગૃત નાગરિક કહી રહ્યા છે કે “બેબાક ,નીડર ,નિષ્પક્ષ…. સત્ય ને સત્ય અને જૂઠ ને જૂઠ કહેવાની હિંમત રાખવા વાળા ગુજરાત માં જૂજ પત્રકાર માંથી એક દેવાંશી બેન જોશી… તમારી કારકિર્દી નાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ…. વિશ્વાસ છે સત્ય નો માર્ગ જ પસંદ કર્યો હશે:

ત્યાં સુધીકે સંદેશના નિયમિત શ્રોતાઓ પણ દેવાંશી જોષીના સપોર્ટમાં આવ્યા છે અને તેમની સાથેજ હોવાનું કહી રહ્યા છે, તો કોઈ કહી રહ્યું છે તમારી વગર હવે સંદેશ ન્યુઝ ચેનલમાં ગમશે નહિ “ગુજરાત ના યુવાનો માટે આ તો બીજો ઝાટકો લાગ્યો મેડમ…. હવે સંદેશ ન્યૂઝ જોવાની ઈચ્છા નહિ થાય કેમ કે હવે સત્ય ને સામે લાવનાર નથી કોઈ ત્યાં ……હમેશા સત્ય નો સાથ આપનાર મેમ આપ હમેશા આગળ વધો એવી શુભકામના ??”

આ મુદ્દે હાલ ગુજરાતીઓ ચર્ચા કરી રહ્યા છે પત્રકારને થયેલા અન્યાય બાબતે લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે ત્યારે આ ઘટનાને રાજકીય રૂપ આપીને દેવાંશી બેન જેવા નીડર પત્રકારોને ટોપી પેહરાવવા માટે કેટલાક લેભાગુ તત્વો પણ સોશિયલ મીડિયામાં દેખાયા હતા પરંતુ દેવાંશી જોષીએ તેમની બોલતી બંધ કરી દીધી હતી.

દેવાંશી બેને જણાવ્યું હતું કે, આ કોઈ મજાક નથી લોકો સીરીયસ છે, મુદ્દો પણ ગંભીર છે.
દેવાંશી બેને એક નેતાજીને જાહેરમાં રોકડું પરખાવી દીધું હતું અને કહી દીધું હતું કે, “આનાથી ખોટો મેસેજ જઈ રહ્યો છે… પત્રકારત્વ અને રાજનીતિ બન્ને અલગ રાખવા જરૂરી છે, મેં સંદેશ છોડ્યું છે પત્રકારત્વ નહીં, સમય આવ્યે જો તમે સત્તામાં હશો તો તમને પણ એટલા જ દમથી સવાલ કરીશ જેટલા અત્યારે કરું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *