અવારનવાર હનીટ્રેપ (Honeytrap) માં આજના યુવાનો ફસાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરત (Surat) ના વેસુ (Vesu) વિસ્તારમાંથી સામે આવ્યો છે. Whatsapp ના માધ્યમ દ્વારા એક યુવકને મેસેજ કરી અને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો હતો, સાથોસાથ નકલી પોલીસ બનીને હજારો રૂપિયાનો તોડ પણ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષિય શખ્સને whatsapp દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં ફસાઈને યુવક અને હનીટ્રેકનો શિકાર થયો હતો. વેસુ વિસ્તારમાં આવેલા આવાસના એક મકાનમાં આ શખ્સને બોલાવવામાં આવ્યો હતો. સૌથી પહેલાં તો મિત્રતા કેળવી હતી, આ મિત્રતાના જાળમાં ફસાઈને ૪૨ વર્ષીય શખ્સ હનીટ્રેપમાં ફસાયો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ ઉમરા પોલીસ સ્ટેશનની ઓળખ આપી, દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. અને યુવક પાસેથી ૨૦ હજાર રૂપિયાનો તોડ કરી લીધો હતો. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ સુરજ તિવારી નામનો શખ્સ છે.
શું છે સમગ્ર મામલો?
સૌથી પહેલા મિત્રતા કેળવી આ વ્યક્તિને એક મકાનમાં બોલાવવામાં આવ્યો હતો, ત્યાં હાજર મહિલાએ પહેલા તેના કપડા ઉતર્યા અને પછી યુવકના ઉતરાવી પ્લાન અનુસાર, સુરજ તિવારી નામનો વ્યક્તિ અને તેમની સાથે અજાણ્યા શખ્શોને લઈને તે સ્થળે પહોંચી જાય છે, અને યુવકને ગાળો ભાંડી કહે છે કે, ‘આ મારી બહેન છે, તે મારી બહેન સાથે બળજબરી કરી છે, હવે તેની સાથે કોણ લગ્ન કરશે?’ આવું કહી આ ત્રણેય શખ્સોએ યુવાનને ધમકી આપી હતી. ત્યાર બાદ સમાધાન કરવાનું કહી, પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. અને જો ન આપે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.
આ કાંડમાં ત્રણ મહિલાઓ સહિત છ લોકો વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આજકાલ હનીટ્રેપના કેસો પણ ખૂબ વધી રહ્યા છે. પહેલા સોશિયલ મીડિયાના મારફતે મિત્રતા કેળવી, હનીટ્રેપમાં ફસાવવામાં આવે છે. હાલ આ ઘટનાના તમામ આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તમામ ઘટનાની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.