AAPના નગરસેવક: મેયર હેમાલી બોઘાવાલાએ સીટી બસમાં મુસાફરી કરવી જોઈએ જેથી ખબર પડે તેમનો વિકાસ ક્યાં પહોંચ્યો છે

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ(Rainy weather) જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદની વચ્ચે કઈકને કઈક એવું થઇ રહ્યું છે જેને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ(Rainy weather) જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદની વચ્ચે કઈકને કઈક એવું થઇ રહ્યું છે જેને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર ખાડો છે કે, ખાડામાં રોડ છે તે પણ ખબર નથી પડી રહી. જ્યાં જુઓ ત્યાં વરસાદનું પાણી ભરાયેલું જોવા મળે છે. ત્યારે આ બધાની વચ્ચે સુરત(Surat) શહેરનો એક વિડીયો સામે આવ્યો છે, જે સુરત પ્રશાસન દ્વારા કરવામાં આવતા ધાંધિયાનો ખુલાસો કરી રહ્યો છે.

હાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો અન્ય કોઈ જગ્યાનો નહિ પણ BRTS બસનો જ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે, BRTS બસમાં પાણી પડી રહ્યું છે. અવારનવાર BRTS બસમાં ભીડ જોવા મળતી હોય છે. બસમાં બેસવાની તો ઠીક પણ વ્યવસ્થિત રીતે ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી.

આ દરમિયાન હવે તો BRTS બસની સફર ચોમાસા દરમિયાન કઈક અલગ રંગ રૂપમાં જ સામે આવી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ચોમાસા દરમિયાન BRTS બસમાં પણ મુસાફરી કરવી લોકો માટે મુશ્કેલી સમાન બની રહી છે. આ વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, વરસાદને કારણે પાણી બસમાં ઘુસી રહ્યું છે તેમ છતાં પણ તંત્ર કે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલા લેવામાં આવતા નથી.

કમ્પ્લેન કરવા છતાં પણ નથી આવતું નિરાકરણ:
વિધાર્થીઓ કહે છે કે, દર ચોમાસા માં BRTS બસમાં પાણી પડે છે જે કારણે બસમાં બેસવામાં કે ઉભવામાં પણ તકલીફ પડે છે. વિધાર્થીઓ દ્વારા ઓનલાઇન કમ્પ્લેન કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી.

આપના નગરસેવકે મેયર પર કર્યા કટાક્ષ:
આમ આદમી પાર્ટીના નગરસેવક જીતેન્દ્ર કાછડિયાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, મેયર હેમાલી બોઘાવાલાએ સીટી બસમાં મુસાફરી કરવી જોઈએ જેથી ખબર પડે તેમનો વિકાસ ક્યાં પહોંચ્યો છે. દર ચોમાસામાં BRTS બસ માં પાણી પડે છે જે કારણે બસ માં બેસવામાં કે ઉભવામાં પણ તકલીફ પડે છે. વિધાર્થીઓ ઓનલાઇન કમ્પ્લેન કરે છતાં નિરાકરણ આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *