ગુજરાત માટે હજુ 2 દિવસ ‘ભારે’: આ વિસ્તારમાં ધડબડાટી બોલાવશે વરસાદ- સાવચેતી અત્યંત જરૂરી

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી તારીખ 14 અને 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) ૫ડવાની સંભાવના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

જાણો આજે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી અનુસાર, તારીખ 14ના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.

15 જુલાઇના રોજ વરસાદની આગાહી:
આ સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જુનાગઢ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *