આપણે બધા જાણીએ છીએ કે, હળદર આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. અત્યાર સુધી તમને પીળી હળદર વિશે તો ખબર જ હશે પરંતુ શું તમે જાણો છો કે, કાળી હળદર પણ હોય છે. કાળી હળદર પણ ઘણી ફાયદાકારક હોય છે. જાણો, કાળી હળદર શા માટે ઉપયોગી છે..?
કાળી હળદરમાં એન્ટી-ઑક્સીડેન્ટના ગુણ મળી આવે છે. તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં પણ થાય છે. કાળી હળદરના છોડને Curcuma Caesiaના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે માત્ર રાંધવામાં જ નહીં પરંતુ દવાઓ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટી-બાયોટિકનો ગુણ પણ ઘણો વધારે હોય છે. ઉપરાંત આ હળદર તમને સ્કિન સાથે સંકળાયેલી બીમારીઓ જેવી કે ખંજવાળ, મોચ અને ઈજાને ઠીક કરવા માટે પણ ઉપયોગી છે. તેને તમે દૂધમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો.
લીવર:
આ હળદર તમારા લિવરને ડિટૉક્સ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારા લિવર સંબંધિત કેટલીય બીમારીઓથી પણ બચાવે છે. તેના સેવનથી અલ્સરની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
સોજો:
શરીરનો સોજો ઓછો કરવા માટે પણ આ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. જે માલક્યૂલને બ્લોક કરીને સોજોને ઘટાડે છે.
પીરિયડ્સ:
જો તમને અનિયમિત પીરિયડ્સની પરેશાની છે. તો તેના માટે તમારે કાળી હળદરને થોડાક દિવસ સુધી દૂધમાં મિક્સ કરીને પીવી જોઈએ. તેનાથી તમારી આ પરેશાની દુર થઇ જશે.
કેન્સર:
ચાઇનીઝ દવામાં કાળી હળદરનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. શોધકર્તા અનુસાર, નિયમિત તેનું સેવન કરવાથી કોલન કેન્સરનું જોખમ પણ ઘણું ઓછુ રહે છે.
ઓસ્ટિયોઆર્થરાઇટિસ:
આ સાંધાનાં દુ:ખાવા અને શરીરના અંગો જકડાઇ જવાની સમસ્યા ઊભી કરનાર બીમારી છે, જે તમારા હાડકાંના આર્ટિકુલર કાર્ટિલેજને નુકશાન પહોંચાડે છે. ત્યારે હળદરમાં ઈબુપ્રોફેન હોય છે, જે તેનાથી બચાવવામાં અસરકારક સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle