સાથે આવ્યા અને સાથે જ ગયા: અહિયાં બંને દીકરાઓને છીનવી મા બાપને બેસહારા કરી નાખ્યા- મોતનું કારણ છે આઘાતજનક

હાલ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ચાલુ છે. આવા સમયમાં દેશવાસીઓ જે દર્દ અને લાચારીમાંથી પસાર થઈ રહ્યા છે તે અંગે વિચારીને હ્રદય કંપી ઉઠે છે. આ ત્રાસદી વચ્ચે પીએમ મોદી કહી ચૂક્યા છે કે, સો વર્ષ બાદ આવેલી આટલી ભીષણ મહામારી ડગલે ને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. તેમણે કહ્યું કે, આપણી સામે આ એક અદ્રશ્ય દુશ્મન છે. આપણે અનેક નીકટના લોકોને ગુમાવી ચૂક્યા છીએ. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠથી આવો જ એક હ્રદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોરોના મહામારીએ જોડકા ભાઈઓને છીનવીને મા બાપને બેસહારા કરી નાખ્યા.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મેરઠમાં રહેતા ગ્રેગરી રેમન્ડ રાફેલ અને તેમની પત્ની સોજાના બે પુત્રો એન્જિનિયર હતા. જેમના નામ જોફ્રેડ વર્ગિસ ગ્રેગરી અને રાલ્ફ્રેડ જ્યોર્જ ગ્રેગરી હતા. બંનેએ હજી ગયા મહિને 23મી એપ્રિલે પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ કોઈ જાણતું નહતું કે, આ તેમના જીવનનું આખરી જશ્ન હશે. જન્મદિવસના બીજા જ દિવસે કોરોનાનો ભોગ બન્યા અને હવે 13 અને 14મે ના રોજ બંને ભાઈઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. બંને એક સાથે દુનિયામાં આવ્યા અને એક જ બીમારીના કારણે એક સાથે જ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી.

બે જવાન પુત્રોને અંતિમસંસ્કાર આપીને આવેલા પિતા ઊંડા આઘાતમાં છે. તેમનું કહેવું છે કે, તેમનો પરિવાર તૂટી ગયો છે. બંને પુત્રોના જન્મમાં ફક્ત 3 મિનિટનું જ અંતર હતું. રાલ્ફ્રેડ નાનો હતો. પિતાએ જણાવ્યું કે, બંને પુત્રો ખુબ હોશિયાર હોવાની સાથે કમ્યુટર એન્જિનિયર પણ હતા. બંને ભાઈઓની પહેલા ઘરે જ સારવાર ચાલુ હતી.

તેના પિતાએ જણાવ્યું કે, બંનેનું ઓક્સિજન લેવલ 90 કરતા નીચે જતું રહ્યું હતું. જેથી ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું. 1મે ના રોજ રેમન્ડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બંનેના 10મે એ કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને ફરીથી 13 મે અને 14 મેના રોજ પુત્રોનું નિધન થયું હતું. જાણવા મળ્યું છે કે, પીડિત માતા-પિતા શિક્ષક છે. અને બંને પુત્રો બી ટેક કર્યા બાદ સારી કંપનીમાં નોકરી કરતા હતા.

આવા ઘણા કિસ્સાઓ અનેક શહેરોમાંથી સામે આવ્યા છે કે, જેમાં પરિવારમાં કોઈ બચ્યું જ ન હોય. આવા માહોલમાં સમગ્ર દેશે પોતાની આસ પડોશના લોકોનો જુસ્સો વધારવાની જરૂર છે. આ દરમિયાન પોતાના પાડોશી કે નજીકના લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ જેથી લોકોને કોરોનાના મેન્ટલ ટ્રોમામાંથી બહાર કાઢી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *