લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે ખુશીના પ્રસંગ વચ્ચે પણ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ(UP)ના મેરઠ(Meerut)માં બુધવારે મોડી રાત્રે અકસ્માત(Accident)માં એક ઝડપી વાહનની ટક્કરે 3 લોકોના મોત(3 people died) થયા અને અનેક લોકો ઘાયલ થયા. આરોપ છે કે કાર ચલાવનાર ડ્રાઈવર નશામાં હતો અને દારૂના નશામાં તેણે જાનૈયા પર વાહન હંકાર્યું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા.
પોલીસે સ્થળ પરથી વાહન કબજે કરી ચાલકની પણ ધરપકડ કરી હતી. આ મામલો મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારના બાગપત હાઈવે સાથે સંબંધિત છે, જ્યાં જાની પોલીસ સ્ટેશન વિસ્તારના સિસોલા ખુર્દના રહેવાસી પ્રભાતના પુત્ર શ્રીપાલના લગ્ન કિથોલીની રહેવાસી યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. બુધવારે મોડી રાત્રે આ લગ્નની જાન બફર ગામ નજીક આવેલા એક રિસોર્ટમાં આવી હતી.
રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઘોડેસવારી ચાલી રહી હતી. આ દરમિયાન મેરઠથી બાગપત તરફ જઈ રહેલી હાઈસ્પીડ મારુતિ ઈકો કાર જાનૈયાઓને ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કારમાં ફસાઈ ગયા બાદ જાનૈયાઓને પણ કેટલાક મીટર સુધી ઢસડયા હતા. ઘટના સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં વરુણ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઇજાગ્રસ્ત બારાતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે જાનૈયાઓના મોત થયા હતા. અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાનમાં સામેલ લોકોનું કહેવું છે કે કાર ચલાવનાર ડ્રાઈવર નશામાં હતો.
મેરઠના એસપી દેહત અનિરુદ્ધ સિંહે જણાવ્યું કે, અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, ઇકો કારનો કબજો લેતા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, પીડિત પક્ષ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.