ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ નેતાઓ ની બેઠક નિષ્ફળ જતા શું બોલ્યા ભાજપ નેતા…

Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક…

Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા હતા. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જે આ બેઠકમાં આગેવાનોની(Rupala Controversy) રજૂઆત સંભાળી હતી.

રાજપૂત ભવનમાં ભાજપ અને ક્ષત્રિય આગેવાનોની બેઠક
અત્યારે ભાજપમાં જે ક્ષત્રિય નેતાઓ છે, તેમની અને રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી વચ્ચે બેઠક ચાલી હતી. ભાજપમાં જે ક્ષત્રિય આગેવાનો છે, તેમાં પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા, બળવંતસિંહ રાજપુત, જયદ્રથસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજ તરફથી કોર કમિટીમાં કરણસિંહ ચાવડા, તૃપ્તિબા રાઓલ, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઘેલા જોડાયા હતા.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી
ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી છે. રૂપાલા ત્રણ- ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી.

ટિકિટ રદ્દ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી
આ મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે. જો ટિકિટ રદ્દ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે સંસ્કૃતિના મુદ્દે અમને હળવાશથી લેવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ટિકિટ રદ્દ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અમારા આગામી આયોજનો યથાવત જ રહેશે

રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાય સમાધાન નથી
આ મામલે કરણસિંહે કહ્યું કે, આ અંગે આગામી સમયમાં રણનીતિ ઘડાશે. હવે કોઈપણ બેઠક નહીં મળે અને ભવિષ્યમાં પણ અમારૂ આ જ સ્ટેન્ડ રહેશે. રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાય સમાધાન નહીં. તેમજ ક્ષત્રિય સમાજની એક જ માગ છે, ટિકિટ રદ કરો. ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. સમાજના આગેવાનો એક જ વાત પર અડગ છે.

માલધારી સમાજ હવે ક્ષત્રિય સમાજની સાથે
રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના અભદ્ર નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રાજપૂત સમાજના આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. અમદાવાદના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી છે. ઉપરાંત AMCની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ કરવાની ગોપાલક સમિતિએ જાહેરાત કરી છે.