સુરતના 100થી વધુ ગામોમાંથી વીજલાઈનને લઈને આક્રોશ: ખેડૂત સમાજે બોલાવી મિટિંગ

Published on Trishul News at 10:49 AM, Sun, 8 October 2023

Last modified on October 8th, 2023 at 10:54 AM

Khedut Samaj meeting in Surat: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.દ્વારા નવી વીજ લાઈન બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવતા ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે , સુરત જિલ્લાના 100 થી વધુ ગામો માંથી વીજ લાઈન પસાર થવાની છે જેને લઇ ખેડૂત સમાજ દ્વારા આજરોજ માંગરોળના કંઠવાળા ગામ ખાતે એક મિટિંગનું આયોજન(Khedut Samaj meeting in Surat) કરવામાં આવ્યું હતું ,મોટી સંખ્યા માં આખા જિલ્લા માંથી ખેડૂતો એ મિટિંગ માં ભાગ લીધો હતો.

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ થી લઈ દક્ષિણ ગુજરાત ના નવસારી સુધી વિજલાઈન નાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના 100 થી વધુ ગામો માંથી આ વીજ લાઈન પસાર થવાની છે ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન માં આ વીજ માટે વીજ ટાવર ઉભા કરવામાં આવશે અને જેનાથી ખેડૂતો ની જમીન ની બજાર કિંમત અડધી થઈ જવાની ભીતિ સતાવી રહી છે જોકે ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ ખેડૂતો ની વહારે આવ્યું છે અને ખેડૂતોની જમીન બચાવવા મેદાને પડ્યું છે , જેના ભાગ રૂપે આજે માંગરોળ તાલુકાના કઠવાળા ગામ ખાતે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ,કાર્યક્રમ માં આ વીજ લાઈન ને કઇ રીતે રોકી શકાય તેમ માટે વિસ્તૃત ચર્ચા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી ,મિટિંગ માં મોટી સંખ્યા માં અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા

હાલમાં જ દક્ષિણ ગુજરાત માં કેન્દ્ર સરકાર ના ડ્રિમ પ્રોજેકટ એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ ,એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ તેમજ રેલવે ફ્રેટ કોરિડોર માટે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો ની લાંબી લડાઈ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ની માંગ મુજબ વળતર ચૂકવાયું હતું ,જોકે વીજ લાઈન બાબતે સરકાર દ્વારા જમીન સંપાદન નથી કરવામાં આવતું પરંતુ જુના ટેલિગ્રાફી કાયદા મુજબ જમીનો લેવામાં આવે છે ,કઇ રીતે જમીન લેવામાં આવે છે ,ખેડૂતો ને કઇ રીતે વળતર ચુકવવામાં આવે છે તેમજ આ વીજ ટાવર થી ખેડૂતો ને કઈ રીતે અને કેટલું નુકશાન થવાનું છે સાંભળીયે.

આજરોજ મળેલી મિટિંગ માં ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશભાઇ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજનાં પ્રમુખ પરીમલભાઈ પટેલ, ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ રમેશભાઈ પટેલ, ભરૂચના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ, ખેડૂત આગેવાન હનીફભાઈ પટેલ, જયેંદ્રભાઈ કઠવાડિયા,ભરતભાઈ કઠવાડિયા, ફારૂક ભાઈ, કેતનભાઈ ભટ્ટ સહિતના ખેડૂત આગેવાનો હારજ રહી અસરગ્રસ્ત ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું તથા ખેડૂતો કઈ રીતે પોતાની જમીન બચાવી શકાય અને કઈ રીતે આગળ ની લડાઈ હવે લડવાની છે તે બાબતે સમજણ આપી હતી.

જોકે, આ લડત ના શ્રી ગણેશ આજે માંગરોળ તાલુકાના કંઠવાળા ગામ થી શરૂ થઈ ગયા છે ત્યારે હવે આવના દિવસો માં ગુજરાત ખેડૂત સમાજ સમગ્ર રાજ્ય માં અસરગ્રસ્ત તાલુકાઓમાં જઈ ખેડૂતો સાથે મિટિંગ શરૂ કરશે અને કોઈ પણ ભોગે ખેડૂતો ની મહામૂલી જમીન કઈ રીતે બચાવી શકાય એ માટે લડત શરૂ કરશે.આ મિટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા.

Be the first to comment on "સુરતના 100થી વધુ ગામોમાંથી વીજલાઈનને લઈને આક્રોશ: ખેડૂત સમાજે બોલાવી મિટિંગ"

Leave a comment

Your email address will not be published.


*