અરવલ્લીના મોડાસામાં ટ્રક વીજ તારને અડકતા લાગી ભીષણ આગ- એક બાળક સહિત ત્રણ લોકો અને 150થી વધુ ઘેટાં-બકરા જીવતા ભડથું થયા

Three people died in a fire in a truck in Modasa: અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની…

Three people died in a fire in a truck in Modasa: અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે.

બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. જેને લઈ વીજ લાઈન બંધ કરી સ્થાનિકોએ અને ફાયરની ટીમોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ત્રણ લોકો ભડથુ થયા હોવાની પણ આશંકા છે.

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર એક ગર્ભવતી મહિલા અને એક બાળકી અને એક પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 150થી વધારે ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *